Devayat Khavad: દેવાયત ખવડ વિરુદ્ધના વિવાદિત હુમલાના કેસમાં વેરાવળ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
ગીરમાં મોરે મોરા બાદ દેવાયત સહિતના સાત આરોપીને કોર્ટમાંથી મળી છે રાહત. સોમવારના પોલીસે લોક કલાકાર દેવાયત ખવડ સહિતના આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે તમામ આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા અને 15-15 હજારના જામીન પર મુક્ત કરવા આદેશ આપ્યો. આ કેસમાં પોલીસ તરફથી કડક કાર્યવાહીની માગ કરાઈ.. તો આરોપી પક્ષે પણ પોતોના મજબૂત બચાવ કરાયો હતો. બંને પક્ષો વચ્ચે એક કલાક સુધી દલીલો ચાલી હતી. પોલીસ સૂત્રો મળતી માહિતી મુજબ પોલીસ કોર્ટે આપેલા જામીનને રદ કરવા આજે કોર્ટમાં ફરી અરજી કરશે. કોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યા બાદ પોલીસના કોર્ટમાં ફરી અરજી કરવાને લઈને તમામ આરોપીઓની 151 હેઠળ અટકાયત કરી પોલીસ મથકે જ હજુ રખાયા છે. પોલીસ પકડમાં આવતા જ ડાયરાના પ્રોગ્રામ અને વૈભવી જીવન શૈલી ધરાવતા દેવાયત ખવડે પોલીસનું સરકારી ભોજન ખાધું હતું. દેવાયત ખવડને પાંચ કલાક સુધી કોર્ટમાં રહેવું પડ્યું હતું.ખવડને સાંજે પાંચ વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી વેરાવળ કોર્ટમાં રહ્યો હતો. કોર્ટે બંને પક્ષની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આખરે રાત્રીના 9 વાગ્યેને 45 મીનિટે ન્યાયધીશે તમામના રિમાન્ડ નકાર્યા હતાં.




















