શોધખોળ કરો

Gandhinagar: 29મીએ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવશે

ગાંધીનગર: 29મીએ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષાને લઈને મહત્વની માહિતી સામે આવી છે. સદર પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ-૨૯૯૫ પરીક્ષા કેન્દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડો ખાતે યોજાનાર છે.

ગાંધીનગર: 29મીએ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષાને લઈને મહત્વની માહિતી સામે આવી છે. સદર પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ-૨૯૯૫ પરીક્ષા કેન્દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડો ખાતે યોજાનાર છે. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં ૧૦૦% સીસીટીવી કેમેરા લાઈવ રેકોર્ડીંગ સહિત લગાવવામાં આવેલ છે. પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ-૪૨ જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગરૂમ ખાતે ૨૪ x૭ હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. 

સદર પરીક્ષામાં રાજયભરના તમામ જિલ્લાઓ ખાતે પરીક્ષાનું સંચાલન કરવા માટે ૭૫૦૦ જેટલા પોલીસકર્મીઓ સહિત આશરે ૭૦,૦૦૦ જેટલો સ્ટાફ રોકવામાં આવેલ છે. પરીક્ષા પૂરતી સુરક્ષા અને તકેદારી સાથે યોજાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં હથિયારધારી પોલીસ અને સીનીયર અધિકારી ધરાવતી ૨૯૧ જેટલી ફ્લાઈંગ સ્કવોડ રાખવામાં આવેલ છે. જિલ્લાના સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષાલક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ-૯૩૯ જેટલા રૂટ બનાવવામાં આવેલ છે. અને દરેક રૂટવાહનને હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ રૂટ સુપરવાઈઝર દ્વારા મોકલવામાં આવશે.

ઉમેદવારો સુરક્ષિત તેમજ કાયદો વ્યવસ્થા અંતર્ગત શાંતિપૂર્ણ વાતારવણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ જિલ્લામાં પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલ છે.  પરીક્ષા કેન્દ્રો ખાતે મહિલા ઉમેદવારો માટે મહિલા પોલીસકર્મીઓ અને પુરૂષ ઉમેદવારો માટે પુરૂષ પોલીસકર્મીઓ દ્વારા ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા ૧૦૦% ફ્રીસ્કીંગ કરવામાં આવનાર છે. પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લુ-ટુથ, ઇયર ફોન વિગેરે ઇલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ અંગેના પ્રતિબંધક જાહેરનામાં સંબંધિત સક્ષમ અધિકારી દ્વારા બહાર પાડી દેવામાં આવેલ છે. 

ઉમેદવાર માત્ર પોતાનો પ્રવેશપત્ર (કોલલેટર/હોલ ટીકીટ), પેન અને ઓળખની ખાતરી માટે અસલ ફોટો ઓળખપત્ર (આધારકાર્ડ/પાનકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઈવીંગ લાઇસન્સ/પાસપોર્ટ વિગેરે પૈકી કોઈ એક) પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જઈ શકશે, અન્ય કોઈપણ પ્રકારનું સાહિત્ય કે બેગ લઇ જઈ શકશે નહીં.  પરીક્ષા દરમિયાન ઉમેદવારોની OMR શીટ ઉપર ઉમેદવારના ડાબા હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા કેન્દ્ર શોધવા બાબતે કે અન્ય આનુષાંગિક પુછપરછ માટે દરેક જિલ્લા ખાતે હેલ્પલાઇન નંબર પણ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્કેનીંગ જિલ્લા કક્ષાએથી જ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ હેઠળ કરવામાં આવશે. અને સ્કેનીંગ કાર્ય પૂર્ણ થયા બાદ તુરંત મંડળની વેબસાઈટ ઉપર સર્ચ ઓપ્શન સાથે અપલોડ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાની OMR શીટ જોઈ શકશે અને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકશે. સમગ્ર પરીક્ષાનું સંચાલન મંડળ દ્વારા નકકી કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
Embed widget