FSSAI Answer Key 2022: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભરતી પરીક્ષાની આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક
FSSAI Answer Key 2022: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ 28 માર્ચથી 31 માર્ચ, 2022 દરમિયાન પરીક્ષાનું આયોજન કર્યું હતું.
FSSAI Answer Key 2022: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તેની વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી માટે લેવાયેલી પરીક્ષાઓની આન્સર કી બહાર પાડી છે. FSSAI એ આન્સર કી સાથે પરીક્ષાના પ્રશ્નપત્રો પણ બહાર પાડ્યા છે. FSSAI દ્વારા આયોજિત આ પરીક્ષાઓમાં ઉપસ્થિત ઉમેદવારો FSSAI ની સત્તાવાર વેબસાઇટ fssai.gov.in પરથી પ્રશ્નપત્ર અને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.
માર્ચમાં લેવાઈ હતી પરીક્ષા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ 28 માર્ચથી 31 માર્ચ, 2022 દરમિયાન પરીક્ષાનું આયોજન કર્યું હતું. FSSAI એ કમ્પ્યુટર આધારિત પરીક્ષા અને પેન-પેપર મોડમાં વિવિધ પોસ્ટ્સ માટે પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી, પ્રથમ શિફ્ટ સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 12 વાગ્યે સમાપ્ત થઈ હતી. બીજી શિફ્ટ બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ હતી અને સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી.
આન્સર કી અને પ્રશ્નપત્ર આ તારીખ સુધીમાં ઉપલબ્ધ થશે
પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો 7 એપ્રિલ, 2022 સુધી સત્તાવાર વેબસાઇટ પરથી આન્સર કી અને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશે. આન્સર કી અને પ્રશ્નપત્ર નિયત તારીખ પછી ઉપલબ્ધ રહેશે નહીં. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના લૉગિન ઓળખપત્ર દ્વારા આન્સર કી અને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકે છે.
આન્સર કીથી નારાજ ઉમેદવારો કરી શકે છે વાંધા અરજી
જો કોઈ ઉમેદવારને FSSAI દ્વારા બહાર પાડવામાં આવેલી આન્સર કીમાં કોઈ વાંધો હોય તો તેઓ તેની સામે પણ વાંધો ઉઠાવી શકે છે. વાંધો ઉઠાવવા માટે ઉમેદવારોએ વેબસાઈટ પર ઉપલબ્ધ ઓનલાઈન ઓબ્જેક્શન લિંકની મુલાકાત લેવાની અને જરૂરી દસ્તાવેજો સાથે તેમના વાંધા અપલોડ કરવાની જરૂર રહેશે.
આ રીતે ડાઉનલોડ કરો આન્સર કી
- ઉમેદવારો પ્રથમ FSSAI ની સત્તાવાર વેબસાઇટ fssai.gov.in ની મુલાકાત લે.
- હોમપેજ પર જોબ વિભાગમાં, આન્સર કી/પ્રશ્નપત્ર માટેની લિંક પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારો તેમના લોગીન ઓળખપત્રો દાખલ કરશે અને સબમિટ કરશે.
- જે બાદ તમારી સ્ક્રીન પર આન્સર કી પ્રદર્શિત થશે.
- આન્સર કી ડાઉનલોડ કરીને તમારો સ્કોર તપાસો અને ભવિષ્યની જરૂરિયાત માટે આન્સર કી ડાઉનલોડ કરો.
Education Loan Information:
Calculate Education Loan EMI