(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બોર્ડના ફોર્મ આવતીકાલથી ભરાશે
આવતીકાલે બપોરે 2 કલાકથી લઈ 9 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બોર્ડના ફોર્મ આવતીકાલથી ભરાશે. આવતીકાલે બપોરે 2 કલાકથી લઈ 9 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. વિદ્યાર્થીઓ Gseb.org પર જઇને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. બોર્ડની પરીક્ષા માર્ચ 2023માં યોજવાની છે.
Gujarat Election 2022: સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા સોમાં પટેલ અપક્ષ ચૂંટણી લડશે. ભૂતકાળમાં સોમાં પટેલ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતનો રાજકીય માહોલ ગરમ છે ગુજરાતની ચૂંટણીમાં દરરોજ નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આજે સોમા ગાંડા પટેલે અપક્ષ ફોર્મ ઊપડતાં નવા જૂનીના એંધાણ છે. ખૂબ સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ મેદાને ઉતરશે. ચોટીલા બેઠક પર વર્તમાનમાં કોંગ્રેસના ઋત્વીક મકવાણા ધારાસભ્ય છે અને ચોટીલા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે.
BJP રીવાબા, હાર્દિક, શંકર ચૌધરી, અલ્પેશ સહિતના આ ચહેરાઓને આપી શકે છે ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. મંગળવારે (8 નવેમ્બર) દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ચૂંટણીને લઈને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે
Education Loan Information:
Calculate Education Loan EMI