(Source: ECI/ABP News/ABP Majha)
Google Jobs: ગૂગલમાં મેળવવી છે નોકરી, રિઝ્યૂમમાં ના કરો આ ભૂલ, કરોડોમાં મળે છે પગાર
Google Jobs: ગૂગલ ઓફિસનું કલ્ચર, કરોડોનો પગાર અને રજાની સુવિધા દરેકને આકર્ષવા માટે પૂરતી છે
Google Jobs: ભારત અને વિદેશના યુવાનો ગૂગલમાં નોકરી કરવાનું સ્વપ્ન જુએ છે. ગૂગલ ઓફિસનું કલ્ચર, કરોડોનો પગાર અને રજાની સુવિધા દરેકને આકર્ષવા માટે પૂરતી છે પરંતુ ગૂગલમાં નોકરી મેળવવી સરળ નથી. Google અનેક તબક્કામાં તેનું પરીક્ષણ કર્યા પછી જ કોઈ વ્યક્તિને નોકરીની ઓફર કરે છે.
આ દિવસોમાં Google માં છટણી ચાલી રહી છે. પરંતુ થોડા સમય પછી ફરી ભરતી શરૂ થશે. જો તમે Google માં નોકરીનો અનુભવ મેળવવા માંગતા હોવ તો તમારા બાયોડેટા બનાવતી વખતે કેટલીક ભૂલો ટાળવી મહત્વપૂર્ણ છે. Google ની શિકાગો ઑફિસમાં વરિષ્ઠ રિક્રૂટર એરિકા રિવેરાએ એક TikTok વિડિયોમાં જણાવ્યું કે ગૂગલમાં પોતાના ઉમેદવારોના રિઝ્યૂમમાં શું જોવાનું પસંદ કરે છે.
એડ્રેસમાં શું લખવું?
ગૂગલ રિક્રૂટર એરિકા રિવેરાએ તેના વિડિયોમાં એડ્રેસ સંબંધિત મહત્વની માહિતી શેર કરી છે. ઘણા ઉમેદવારો તેમના જોબ રિઝ્યુમમાં ઘરનું સંપૂર્ણ સરનામું લખે છે, જો કે તેની કોઈ જરૂર નથી. મોટાભાગની મોટી કંપનીઓ બાયોડેટામાં કર્મચારીના ઘરનું સંપૂર્ણ સરનામું જોતી નથી. તેથી શહેર અને રાજ્ય વિશે જ માહિતી આપો તો સારું રહેશે.
વર્ક હિસ્ટ્રીમાં શું લખવું?
કોઈપણ નોકરી માટે અરજી કરતી વખતે દરેકને પોતાનો અનુભવ હોય છે. કેટલાક ફ્રેશર છે અને કેટલાક 10-20 વર્ષનો અનુભવ ધરાવે છે. રિક્રુટરના જણાવ્યા અનુસાર, રિઝ્યૂમમાં સંપૂર્ણ વર્ક હિસ્ટ્રી લખવાની જરૂર નથી. ફક્ત નોંધપાત્ર કંપનીઓ અને ત્યાં તમારી ભૂમિકા અથવા કોઈ વિશેષ સંશોધન વિશે લખવું પૂરતું છે.
કેવા શબ્દોનો ઉપયોગ કરવો?
તમારે તમારા બાયોડેટામાં ‘મેં મદદ કરી’, ‘હું આ કામ માટે જવાબદાર હતો’ જેવા વાક્યો ન લખવા જોઈએ. તમારા રિઝ્યૂમેમાં એક્ટિવ વોઇસનો ઉપયોગ કરો. સ્ટ્રીમલાઇન્ડ, મેનેજ્ડ, ઇમ્પ્લિમેન્ટેડ, ઇમ્પ્રૂવ્ડ, સ્ટ્રૈટલાઇઝ્ડ, ઇન્ક્રીઝ્ડ, પ્રોડ્યુસ્ડ અને જનરેટેડ જેવા શબ્દોનો ઉપયોગ કરો.
સીવીની ટોપ પર શું લખવું?
મોટાભાગના ઉમેદવારો તેમના બાયોડેટાની ટોચ પર કારકિર્દીના ઉદ્દેશ્યનો ઉલ્લેખ કરે છે. આ બહુ જૂની પ્રથા છે અને હવે તેને બદલવાની જરૂર છે. તમને શોર્ટલિસ્ટ કરતી વખતે કોઈપણ કંપની તમારા ઓબ્જેક્ટિવ જાણવા માંગતી નથી. તમારા CV પર ઓબ્જેક્ટિવની જગ્યા બચાવીને તમે તેને એક પેજમાં પૂર્ણ કરી શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI