(Source: ECI/ABP News/ABP Majha)
Government Jobs : આર્મી, નેવી, એરફોર્સ અને DRDOમાં બહાર પડી પાંચ મોટી ભરતીઓ
ભારતીય સેનામાં (Indian Army) આર્મી, નેવી અને એરફોર્સમાં અગ્નિવીર, એરમેન, ટેકનિકલ એન્ટ્રી સ્કીમ સહિત વિવિધ પોસ્ટ્સ અને ઓફિસર્સ કોર્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે
Government Jobs Army, Navy, Air Force, UPSSSC, DRDO 2024 : જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો એરફોર્સ, આર્મી, નેવી, ડીઆરડીઓ, પોસ્ટલ વિભાગ સહિતની મોટી તકો છે. 10, 12 પાસ, BA, B.Sc, B.Com, B.Tech ડિગ્રી, ડિપ્લોમા, ITI સર્ટિફિકેટ હોલ્ડર્સ માટે ભરતી બહાર પડી છે.
ભારતીય સેનામાં (Indian Army) આર્મી, નેવી અને એરફોર્સમાં અગ્નિવીર, એરમેન, ટેકનિકલ એન્ટ્રી સ્કીમ સહિત વિવિધ પોસ્ટ્સ અને ઓફિસર્સ કોર્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમારામાં સશસ્ત્ર દળોમાં જોડાઈને મોટી નોકરી સાથે દેશની સેવા કરવાનો જુસ્સો હોય તો તમારા માટે આનાથી સારી તક બીજી કોઈ હોઈ શકે નહીં.
Indian Army Bharti 2024 : ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES) 52 અભ્યાસક્રમો
ભારતીય સેનાએ જેઇઇ મેઇન પરીક્ષા (JEE Main 2024) આપનારાઓ માટે ટેકનિકલ એન્ટ્રી સ્કીમનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આર્મીના TES 52 કોર્સ 2024 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13 જૂન છે. આર્મી રિક્રુટમેન્ટ વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરવાની રહેશે.
UPSC NDA II 2024 : UPSC NDA પરીક્ષા
12મા પાસ માટે UPSC NDA 2 2024 નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેના દ્વારા ત્રણેય સેનાઓમાં ઓફિસર રેન્ક પર સૈનિકોની ભરતી કરવામાં આવે છે. NDA પરીક્ષામાં લેખિત પરીક્ષા અને SSB ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. UPSC NDA II 2024 દ્વારા કુલ 404 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના 153મા કોર્સ અને નેવલ એકેડમી (INA)ના 153મા કોર્સમાં એડમિશન ઉપલબ્ધ થશે.
UPSC CDS પરીક્ષા 2024
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC CDS 2 2024નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેના દ્વારા ગ્રેજ્યુએશન ડિગ્રી ધારકો આર્મી, નેવી અને એરફોર્સમાં ઓફિસર બની શકે છે. UPSC CDS 2024 દ્વારા 459 અધિકારીઓની ભરતી કરવામાં આવશે.
DRDO માં ITI પાસ માટેની નોકરીઓ
DRDO ની ડિફેન્સ મેટલર્જિકલ લેબોરેટરી (DMRL)માં ITI પાસ માટે એપ્રેન્ટિસશિપ ભરતીની જાહેરાત કરી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે છે. આ અંતર્ગત ફિટર, ટર્નર, મશીનિસ્ટ, વેલ્ડર, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી થશે.
Education Loan Information:
Calculate Education Loan EMI