(Source: ECI/ABP News/ABP Majha)
GPAT 2022 Answer Key: જીપેટ 2022ની આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
જે ઉમેદવારોએ GPAT 2022ની પરીક્ષા આપી હતી અને બહાર પાડવામાં આવેલી આન્સર કીથી સંતુષ્ટ નથી તેઓ આની સામે વાંધો ઉઠાવી શકે છે.
GPAT 2022 Answer Key: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ (GPAT) 2022 ની આન્સર કી બહાર પાડી છે. આ આન્સર કી કામચલાઉ છે. તેને ડાઉનલોડ કરવાની લિંક સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જે ઉમેદવારોએ GPAT 2022માં ભાગ લીધો હતો તેઓ NTAની વેબસાઇટ gpat.nta.nic.in પર જઈને પરીક્ષાની આન્સર કી ચેક અને ડાઉનલોડ કરી શકે છે.
GPAT 2022 Answer Key સામે ઉઠાવી શકો છો વાંધો
જે ઉમેદવારોએ GPAT 2022ની પરીક્ષા આપી હતી અને બહાર પાડવામાં આવેલી આન્સર કીથી સંતુષ્ટ નથી તેઓ આની સામે વાંધો ઉઠાવી શકે છે. કોઈ પ્રશ્નને લઈ વાંધો ઉઠાવવા માટે તેમણે પ્રશ્ન દીઠ 200 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ફી પરત કરવામાં આવશે નહીં. વાંધા દાખલ કરવાની સુવિધા માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ ઉપલબ્ધ છે. અન્ય કોઈપણ માધ્યમથી વાંધો સ્વીકારવામાં આવશે નહીં.
GPAT 2022 ની વચગાળાની આન્સર કી પર ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓની વિષય નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ પછી અંતિમ આન્સર કી બહાર પાડવામાં આવશે. પરિણામો પણ આ આન્સર કી પર આધારિત હશે. ઉમેદવારો કોઈપણ વાંધો અને આશંકા માટે 011-40759000/011- 69227700 અથવા gpat@nta.ac.in પર ઈમેલ કરી શકે છે. ઉમેદવારોએ કોઈપણ નવી માહિતી અથવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી જોઈએ.
આ રીતે ડાઉનલોડ અને ચેક કરો GPAT 2022 Answer Key
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ ntagpat.nic.in પર જાવ.
- હોમ પેજ પર દેખાતી GPAT 2022 ની આન્સર કી માટેની લિંક પર ક્લિક કરો.
- હવે તમે નવા પેજ પર આવશો.
- હવે વિનંતી કરેલ માહિતી દાખલ કરીને અહીં લોગિન કરો.
- તમારી સામે સ્ક્રીન પર આન્સર કી દેખાશે.
- તેને ડાઉનલોડ કરો અને જવાબ સાથે મેચ કરો.
- જરૂર જણાય તો વાંધો ઉઠાવો
Education Loan Information:
Calculate Education Loan EMI