શોધખોળ કરો

GPSC Exam: રાજ્યમાં વધુ એક પરીક્ષા રખાઈ મોકૂફ, જાણો ક્યારે યોજાવાની હતી

Exam: 2, 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

GPSC Exam: રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકૂફ રખાઈ છે.  2, 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત વહીવટ સેવા વર્ગ-1ની મુખ્ય પરીક્ષા, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2ની મુખ્ય પરીક્ષા તથા ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી વર્ગ -2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી અટકાવવાના કાયદાનો અમલ થશે, રાજ્યપાલે આપી મંજુરી

ગુજરાતમાં જાહેર પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બાબતના કાયદાને મંજૂરી મળી ગઈ છે.  ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદાને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે બિલ પર સહી કરીને કાયદો બનવી દીધો છે.  23 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બિલ સર્વાનુંમતે પસાર થયું હતું.

સરકાર પેપરલીક મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે. પેપર લીક જેવા કૌભાંડને લઈને સરકાર સામે સવાલો થઈ રહ્યાં છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં આરોપીઓ સામે 10 વર્ષની કેદની જોગવાઈઓ સાથે 1 કરોડ રૂપિયા સુધીના દંડની કડક જોગવાઈઓ સાથે નવો કાયદો વિધાનસભામાં પસાર થઇ ગયું છે. સરકારે પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે, સામાન્ય લોકોનો વિશ્વાસ કેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો અમલમાં મુક્યો છે. 

પેપર લીક કરનાર સામે બિન જામીનપાત્ર ગુનો

વિધાનસભા ગૃહમાં વિધેયકને મંજૂરી મળી છે. આ વિધેયકમાં એવી જોગવાઈ હશે જેમાં પેપર ફોડનારા આરોપીની મિલકત જપ્ત કરી નુકસાનની ભરપાઈ કરાશે. દોષિત પરીક્ષાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. તે ઉપરાંત પેપર લીક કરનાર સામે બિન જામીનપાત્ર ગુનો દાખલ થશે.

વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા

પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે સતત બનતી આ ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સરકારને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. મોટા હોદ્દેદારો કે જેઓ બદલાય છે પરંતુ પદ્ધતિ ના બદલાતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે આ ઘટનાઓ સામે અનેક સવાલો પણ પરીક્ષા મામલે ઉભા થયા છે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget