Gujarat University Exam Calendar : ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્સની પરીક્ષાના તારીખો થઈ જાહેર, જાણો વિગત
Exam 2022: દિવાળી સત્રની પરીક્ષાઓનો કાર્યક્રમ અને પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. દિવાળી સત્રની યુજી અને પીજી સેમેસ્ટર પરીક્ષાઓ વિધિવત રીતે 10 નવેમ્બરથી શરૃ થશે.
Gujarat University : ગુજરાત યુનિ.દ્વારા યુજી અને પીજીના વિવિધ કોર્સની દિવાળી અને ઉનાળુ સત્રની પરીક્ષાઓની તારીખો સાથેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે.ઉપરાંત દિવાળી સત્રની પરીક્ષાઓનો કાર્યક્રમ અને પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. દિવાળી સત્રની યુજી અને પીજી સેમેસ્ટર પરીક્ષાઓ વિધિવત રીતે 10 નવેમ્બરથી શરૃ થશે. જ્યારે યુજી-પીજી રીપિટર પરીક્ષાઓ 11 ઓક્ટોબરથી શરૃ થશે.
યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી પરીક્ષા તારીખો મુજબ યુજી સેમેસ્ટર-6 અને પીજી સેમેસ્ટર-4ની રિપિટર પરીક્ષાઓ પ્રથમ તબક્કામાં શરૂ થશે અને 1 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન લેવાશે. બીજા તબક્કામાં યુજી સેમ.5 અને પીજી સેમેસ્ટર -3ની પરીક્ષાઓ 10 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન લેવાશે.ત્રીજા તબક્કામાં 22 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન યુજી સેમ.-3ની પરીક્ષાઓ થશે.ચોથા અને અંતિમ તક્કામાં યુજી અને પીજી સેમેસ્ટર-1ની પરીક્ષાઓની 8 ડિસેમ્બરથી શરૃ થશે. ઉનાળુ સત્રમાં 21મી માર્ચથી યુજી સેમ.-5 અને પીજી સેમ.3ની રીપિટર પરીક્ષાઓ શરૃ થશે. ચોથી એપ્રિલથી યુજી સેમ.6 અને પીજી સેમ.4ની પરીક્ષાઓ શરૃ થશે. ત્યારબાદ 18 એપ્રિલથી યુજી સેમેસ્ટર-4ની અને 2 મેથી યુજી સેમ.2 અને પીજી સેમ.2ની પરીક્ષાઓ શરૃ થશે.
લૉ ફેકલ્ટી માટે રેગ્યુલર એલએલબી સેમ.3,5 અને ઈન્ટિગ્રેટેડ લૉની સેમ.5,7 અને 9ની પરીક્ષાઓ 11 ઓક્ટો.થી 18 ઓક્ટો.સુધી ચાલશે. એલએલબી-1ની પરીક્ષા 10 નવે.થી અને ઈન્ટિગ્રેટેડ લૉ સેમ-1,3 તથા એલએએલએમ સેમ.1 અને 3ની પરીક્ષાઓ 22 નવે.થી શરૃ થશે. એલએલબી સેમ.1,3,5ની રીપિટર પરીક્ષા 21થી28 માર્ચ દરમિયાન લેવાશે. એલએલબી સેમ.2-4 અને 6ની તથા ઈન્ટિ.લૉ સેમ.6,8 અને 10ની તેમજ એલએલએમ સેમ.1-3ની પરીક્ષાઓ 4થી11 એપ્રિલ દરમમિયાન લેવાશે.દિવાળી સત્રની બીએ,બી.કોમ,બીબીએ,બીસીએ અને એમ.એ,એમ.કોમ અને એમ.એસી સહિતની વિવિધ યુજી-પીજીની રેગ્યુલર અને રીપિટર પરીક્ષાઓ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે. દિવાળી સત્રની રીપિટર પરીક્ષાઓ માટે યુનિ.દ્વારા 6 સપ્ટે.થી અને રેગ્યુલર પરીક્ષાઓ માટે 20 સપ્ટે.થી ફોર્મ જાહેર થશે.
આ પણ વાંચોઃ
Entertainment News: સુકેશ ચંદ્રશેખર ઠગાઈ મામલે EOW એ Nora Fatehi ની કરી પૂછપરછ, 6 કલાક પૂછ્યા સવાલ
Flood: પાકિસ્તાનનો 33 ટકા હિસ્સો જળમગ્ન, 1200થી વધુ લોકોના મોત, 3 કરોડો લોકો પ્રભાવિત
In Pics: બ્રહ્માસ્ત્રને પ્રમોટ કરવા સુપર ક્યુટ અંદાજમાં પહોંચી Alia Bhatt, બતાવ્યું Baby on Board….
Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો
US Opens 2022: સેરેના વિલિયમ્સ યુએસ ઓપનમાંથી હાર, એગ્લા ટોમલ્જાનોવિકે આપી હાર
Education Loan Information:
Calculate Education Loan EMI