શોધખોળ કરો
Advertisement
ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકિટ ઓનલાઈન મુકાઈ, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ
વિદ્યાર્થીઓને નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. નવી હોલ ટિકિટ ઈમેલ આઈડી, એપ્લિકેશન નંબર અને જન્મતારીખના આધારે ડાઉનલોડ થઈ શકશે.
અમદાવાદઃ 24 ઓગસ્ટના રોજ યોજાનારી ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકિટ ઓનલાઈન મુકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ પર નવી હોલ ટિકિટ મુકાઈ છે. કોરોના મહામારીના કારણે બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ
વિદ્યાર્થીઓને નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. નવી હોલ ટિકિટ ઈમેલ આઈડી, એપ્લિકેશન નંબર અને જન્મતારીખના આધારે ડાઉનલોડ થઈ શકશે. ગુજકેટના ઉમેદવારોએ હોલ ટિકિટ લેવા માટે વેબસાઈટ gujcet.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી 31 ઓગસ્ટ 2020 સાંજના 6 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશે.
પ્રવેશ સમયે શું સાથે રાખવું પડશે
જૂની હોલ ટિકિટ પ્રવેશ સમયે માન્ય નહીં રહે. વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે આઈડી પ્રૂફ સાથે રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
આ પહેલાં આ પરીક્ષા 31 માર્ચે યોજાવાની હતી. પરંતુ મહામારી કોરોનાને પગલે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષા 30 જુલાઈએ લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે કોરોના બેકાબૂ બનતા અંતે 22 ઓગસ્ટ નવી તારીખ જાહેર કરી હતી. પરંતુ ઉત્સવોને કારણે તારીખમાં ફેરફાર કરી 24 ઓગસ્ટે પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement