IB Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં બહાર પડી ભરતી, પસંદગી થવા પર મળશે એક લાખથી વધુ પગાર
IB Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યૂરોએ બમ્પર પોસ્ટ્સ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
IB ACIO Recruitment Notification 2023: ઇન્ટેલિજન્સ બ્યૂરોએ આજે એટલે કે 21 નવેમ્બર 2023 ના રોજ બમ્પર પોસ્ટ્સ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) ની આ ભરતી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની 995 જગ્યાઓ પર થશે.
આ ભરતીની સૂચના ગૃહ મંત્રાલય દ્વારા 25 નવેમ્બર-01 ડિસેમ્બર 2023ના રોજગાર અખબારમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 25મી નવેમ્બર 2023થી શરૂ થશે અને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15મી ડિસેમ્બર 2023 છે.
વય મર્યાદા
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ II/એક્ઝિક્યુટિવ ભરતી 2023 હેઠળ, ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. ભરતીના નિયમો મુજબ ઉંમરમાં વધારાની છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી માટે અરજી કરતા જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 450 રૂપિયા છે અને એસસી/એસટી અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે. અરજી ફી માત્ર ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા ચૂકવવાની રહેશે.
પગાર
IB ACIO ભરતી 2023ની સૂચના મુજબ આ ભરતી માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો બેઝિક પગાર 44,900 થી 1,42,400 રૂપિયાની વચ્ચે હશે. ઉમેદવારોને DA, SSA, HRA, TA વગેરે જેવા અન્ય લાભો પણ મળશે.
જો તમે રેલવેમાં જોડાવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કોંકણ રેલ્વે દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે. જે મુજબ રેલવેમાં ટ્રેઇની એપ્રેન્ટીસની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ konkanrailway.com પર જઈને અરજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2023 છે.
આ ભરતી અભિયાન દ્વારા કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડમાં ટ્રેઇની એપ્રેન્ટિસની 190 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી/ડિપ્લોમા મેળવેલ હોવો જોઈએ.
વય મર્યાદા
નોટિફિકેશન મુજબ, આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI