![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ICAI CA May Exam : ફાઉંડેશન, ઈંટર અને ફાઈનલ કોર્સની પરીક્ષાઓની તારીખો થઈ જાહેર
શેડ્યૂલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ફાઉન્ડેશન કોર્સ માટેની પરીક્ષા 24, 26, 28 અને 30 જૂન 2023ના રોજ લેવામાં આવશે.
![ICAI CA May Exam : ફાઉંડેશન, ઈંટર અને ફાઈનલ કોર્સની પરીક્ષાઓની તારીખો થઈ જાહેર ICAI CA May Exam 2023 : Time Table Released for Foundation, Inter and Final Course ICAI CA May Exam : ફાઉંડેશન, ઈંટર અને ફાઈનલ કોર્સની પરીક્ષાઓની તારીખો થઈ જાહેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/10/f2c3c2fe3eeaeb17af2838dc3a3eca9c167335176885881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICAI CA May Exam Time Table 2023 Released: ICAI CA મે પરીક્ષા 2023નું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ ફાઉન્ડેશન કોર્સ, ઈન્ટરમીડિયેટ કોર્સ અને ફાઈનલ કોર્સની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો આ વર્ષની ICAI CAની પરીક્ષા આપી રહ્યા છે તેઓ અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને સમયપત્રક ચકાસી શકે છે. જેના માટે ICAIની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – icai.org. અહીંથી તમને પરીક્ષા સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિગતો પણ મળી રહેશે.
આ તારીખોમાં લેવામાં આવશે પરીક્ષા
શેડ્યૂલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ફાઉન્ડેશન કોર્સ માટેની પરીક્ષા 24, 26, 28 અને 30 જૂન 2023ના રોજ લેવામાં આવશે. બીજી તરફ ગ્રુપ વન માટે ઈંટર-કોર્સ એક્ઝામિનેશનનું આયોજન 3, 6, 8 અને 10 મે 2023ના રોજ કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ ટુની પરીક્ષા 12, 14, 16 અને 18 મે 2023ના રોજ લેવામાં આવશે.
તેવી જ રીતે, ગ્રુપ વન માટે ફાઈનક અભ્યાસક્રમની પરીક્ષા 2, 4, 7 અને 9 મે 2023ના રોજ લેવામાં આવશે અને ગ્રુપ ટુની પરીક્ષા 11, 13, 15 અને 17 મે 2023ના રોજ લેવામાં આવશે.
જાણે શું હશે આ પરીક્ષાનો સમય
આ અંગે આપવામાં આવેલી માહિતી મુજબ ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ કોર્સની પરીક્ષાઓ બપોરે 2 થી 4, 2 થી 5 અને 2 થી 6 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાઓ અલગ-અલગ દિવસે લેવામાં આવશે. ઉમેદવારોને પેપર વાંચવા માટે 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. આ સમય બપોરે 1.45 થી 2 વાગ્યાની વચ્ચે રહેશે.
રજાના દિવસે નહીં લેવાય પરીક્ષા
ઇન્ટરનેશનલ ટેક્સેશન - એસેસમેન્ટ ટેસ્ટનું આયોજન 11મી અને 13મી મે 2023ના રોજ કરવામાં આવશે. એ પણ જાણી લો કે પરીક્ષા રજાના દિવસે એટલે કે 05 મે 2023, બુદ્ધ પૂર્ણિમાના દિવસે લેવામાં આવશે નહીં. આ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
ICAI CA Final Result 2022: સીએ ઈન્ટર અને ફાઈનલના પરિણામો થયા જાહેર, આ રીતે કરો ચેક
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો ICAI icai.org ની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ ચકાસી શકે છે. આ ઉપરાંત, ઉમેદવારો પરિણામ તપાસવા માટે નીચે આપેલા પગલાંને અનુસરી શકે છે.
ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે સીએ ઈન્ટર અને ફાઈનલના પરિણામો 10 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. એ જ ક્રમમાં આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ ચકાસવા માટે, ઉમેદવારોએ તેમનો રોલ નંબર અને નોંધણી નંબર દાખલ કરીને કેપ્ચા ભરવાનો રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)