IIM અમદાવાદમાં નોકરીની સાથે કરો MBA, શરૂ થયો ઓનલાઇન પ્રોગ્રામ, જાણો એડમિશનની પ્રક્રિયા
IIM Ahmedabad : આ કોર્સ એવા પ્રોફેશનલ્સ માટે ઉપયોગી થશે જેઓ ફુલ ટાઈમ MBA કોર્સ કરી શકતા નથી.
IIM Ahmedabad : દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજ IIM અમદાવાદ એ વર્કિંગ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો માટે ઑનલાઇન MBA કોર્સ શરૂ કર્યો છે. આ બે વર્ષનો કોર્સ એક હાઇબ્રિડ પ્રોગ્રામ છે. જે ઓન-કેમ્પસ અને લાઈવ ઈન્ટરએક્ટિવ ઓનલાઈન સેશન બંન્ને મોડમાં સંચાલિત થશે. આ કોર્સમાં પ્રવેશ માટે સ્નાતકની ડિગ્રી અને ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ફૂલ ટાઇમ કામ કરવાનો અનુભવ હોવો જરૂરી છે. IIM અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે આ કોર્સ એવા પ્રોફેશનલ્સ માટે ઉપયોગી થશે જેઓ ફુલ ટાઈમ MBA કોર્સ કરી શકતા નથી.
પ્રવેશ કેવી રીતે મેળવવો?
IIM અમદાવાદના ઓનલાઈન MBA પ્રોગ્રામમાં પ્રવેશ IIM એડમિશન ટેસ્ટ (IAT/CAT/GMAT/GRE) અને વ્યક્તિગત ઈન્ટરવ્યુ દ્વારા થશે.
ફી કેટલી હશે?
IIM અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરના જણાવ્યા અનુસાર,ઓનલાઇન એમબીએમાં 80 ટકા અભ્યાસ ઓનલાઈન અને 20 ટકા ઑફલાઈન મોડમાં થશે. તેમણે કહ્યું કે એડમિશન લેવા પર 2 લાખ રૂપિયા ફી ચૂકવવી પડશે અને ત્યારબાદ દરેક હપ્તામાં 3 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ પ્રોગ્રામ પાંચ અલગ-અલગ ઓન-કેમ્પસ મોડ્યુલ દ્વારા શીખવવામાં આવશે. જે મુખ્યત્વે કેસ સ્ટડી પર આધારિત હશે.
અભ્યાસક્રમ જ્ઞાન અને અભિગમ આધારિત હશે
IIM અમદાવાદના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર નવો ઓનલાઈન MBA પ્રોગ્રામ જ્ઞાન અને અભિગમ આધારિત હશે. આમાં એપ્લાઇડ લર્નિંગ પર ફોકસ કરવામાં આવશે. એ સુનિશ્ચિત કરવા માટે કે સહભાગીઓ આજના ગતિશીલ વ્યવસાયિક વાતાવરણમાં સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રાપ્ત કરે છે.
પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે આ કોર્સ એવા લોકો માટે છે જેમની પાસે નેતૃત્વની ક્ષમતા છે, કારણ કે તેઓ પહેલેથી જ કાર્યબળનો ભાગ છે. તેઓ તેમની કારકિર્દીની સ્થિતિને કારણે જ્યાં તેઓ પહેલેથી જ અમુક પ્રકારના વિકાસના માર્ગ પર છે, અથવા નાણાકીય, કૌટુંબિક, પ્રતિબદ્ધતાના કારણે તેઓ ફૂલ ટાઇમ MBA કોર્સમા સામેલ થવામાં અસમર્થ હોવાના કારણે તેઓ ભવિષ્યના સીઇઓ બની શકતા નથી. અમારો પ્રોગ્રામ આને સંબોધવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
Education Loan Information:
Calculate Education Loan EMI