Indian Air Force Recruitment: એરફોર્સમાં 10મું અને 12મું પાસ ઉમેદવારો માટે નીકળી, જાણો વિગત
Recruitment 2022: અરજી કરવા ઇચ્છુક સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષ, OBC ઉમેદવારોની 18 થી 28 વર્ષ અને SC/ST કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.
Indian Air Force Recruitment: ભારતીય વાયુસેનાએ 10મી અને 12મી પાસ ઉમેદવારો માટે હાઉસ કીપિંગ સ્ટાફ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હિન્દી ટાઈપિસ્ટ જેવી વિવિધ ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ માટે અરજીઓ મંગાવી કરી છે. નોટિફિકેશન અનુસાર, આ ભરતી ઝુંબેશ હેઠળ 5 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાંથી હાઉસ કીપિંગ સ્ટાફ, કૂક, કારપેન્ટર અને MTSની ભરતી એરફોર્સ સ્ટેશન અને એરફોર્સ હોસ્પિટલમાં કરવામાં આવશે. જ્યારે હિન્દી ટાઇપિસ્ટની પોસ્ટ માટે ઉમેદવારની ભરતી CASB દિલ્હીમાં કરાશે.
કેટલી કરવામાં આવશે ભરતી
- હાઉસ કીપિંગ સ્ટાફ – 1 પોસ્ટ.
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) – 1 પોસ્ટ.
- કૂક (સામાન્ય ગ્રેડ) - 1 પોસ્ટ.
- સુથાર - 1 પોસ્ટ.
- હિન્દી ટાઇપિસ્ટ - 1 પોસ્ટ.
શું હોવી જોઈએ લાયકાત અને વય મર્યાદા
આ ભરતી હેઠળ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હાઉસ કીપિંગ સ્ટાફની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો 10મું પાસ હોવું આવશ્યક છે. સુથારની પોસ્ટ માટે 10 પાસ સાથે ઉમેદવારે માન્ય સંસ્થામાંથી કારપેંટર ટ્રેડમાં ITI હોવો જોઈએ. રસોઈયાની પોસ્ટ માટે ઉમેદવાર 10મું પાસની સાથે કેટરિંગમાં સર્ટિફિકેટ કે ડિપ્લોમાં હોવો જોઈએ. હિન્દી ટાઈપિસ્ટ માટે 12મું પાસ હોવું જરૂરી છે તેમજ કમ્પ્યુટર પર હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અને અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની ઝડપ હોવી જરૂરી છે. આ ભરતીની જગ્યાઓ પર પસંદગી પામેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અરજી કરવા ઇચ્છુક સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષ, OBC ઉમેદવારોની 18 થી 28 વર્ષ અને SC/ST કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ જગ્યાઓ પર ભરતી માટેની અરજી ઑફલાઇન કરવાની છે.
આ પણ વાંચોઃ
મોદી સરકાર પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના હેઠળ દરેક મહિલાને 2 લાખ રૂપિયાની આપી રહી છે સહાય ?
Education Loan Information:
Calculate Education Loan EMI