શોધખોળ કરો

IRMAની 42મી PGDM(RM) બેચનું 100% પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓને સરેરાશ 15.5 લાખનું પૅકેજ

વિદ્યાર્થીઓને ફ્લિપકાર્ટ, ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ, ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ, આઇટીસી, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, PwC અને ટાટા સ્ટીલ જેવા પ્રતિષ્ઠિત સંગઠનો તરફથી 36 પ્રી-પ્લેસમેન્ટ ઑફરો પ્રાપ્ત થઈ હતી.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)એ તેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રુરલ મેનેજમેન્ટ) - PGDM(RM) પ્રોગ્રામની 42મી આઉટગોઇંગ બેચ માટેની કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા હાલમાં જ પૂરી કરી લીધી છે. IRMA એ જાહેર કરીને ખૂબ જ ગર્વ અનુભવે છે કે, તેની વર્ષ 2021-2023ની બેચને 100% પ્લેસમેન્ટ મળ્યું છે.

પ્લેસમેન્ટની પ્રક્રિયા દરમિયાન વાર્ષિક 26.5 લાખનું સર્વોચ્ચ પૅકેજ આપવામાં આવ્યું હતું. આ બેચમાં રીક્રૂટરો દ્વારા આપવામાં આવેલું એકંદર સરેરાશ પૅકેજ વાર્ષિક રૂ. 15.5 લાખનું હતું, જે વર્ષ 2022ની બેચથી ઘણું વધારે છે. તો મધ્યક સીટીસી વાર્ષિક રૂ. 15 લાખ જળવાઈ રહ્યો છે, જેમાં સૌથી ઓછો સીટીસી વાર્ષિક રૂ. 08.5 લાખ હતો. આથી વિશેષ, વિદ્યાર્થીઓને ફ્લિપકાર્ટ, ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ, ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ, આઇટીસી, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઇસવૉટરહાઉસકૂપર્સ (PwC) અને ટાટા સ્ટીલ જેવા પ્રતિષ્ઠિત સંગઠનો તરફથી 36 પ્રી-પ્લેસમેન્ટ ઑફરો પ્રાપ્ત થઈ હતી, જે સંસ્થાએ હાંસલ કરેલી વધુ એક સિદ્ધિ છે.

પ્લેસમેન્ટની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ફળદાયી સાબિત થઈ હોવાથી IRMAના ડિરેક્ટર ડૉ. ઉમાકાંત દાસે અત્યંત આનંદ અને ગર્વની લાગણી રજૂ કરી હતી. ડૉ. ઉમાકાંત દાસે જણાવ્યું હતું કે, ‘વર્ષ 2021-2023ની PGDM(RM) બેચે વૈશ્વિક મહામારીની વચ્ચે તેનું શૈક્ષણિકકાર્ય શરૂ કર્યું હતું અને તે એક સ્થિતિસ્થાપક ગ્રૂપ સાબિત થયું છે, સૌપ્રથમ તો તેમની ઉત્કૃષ્ટ સમર ઇન્ટર્નશિપ માટે અને હવે આ અદભૂત કેમ્પસ પ્લેસમેન્ટને કારણે. IRMA બેજોડ શૈક્ષણિક શ્રેષ્ઠતાનો વારસો ધરાવે છે. વર્ષ 2023ની બેચ માટેનું પ્લેસમેન્ટ આ વાતની સાક્ષી પૂરે છે. અમે અમારા તમામ પ્રતિષ્ઠિત રીક્રૂટિંગ પાર્ટનરો (નવા અને ભરતી માટે ફરીથી આવનારા)નો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે તેમણે IRMAના વિદ્યાર્થીઓને જેની ખૂબ જ માંગ હોય તેવી ભૂમિકા અને તકો પૂરી પાડીને તેમનામાં ફરી એકવાર વિશ્વાસ દાખવ્યો છે. હું વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્યદેખાવ બદલ અભિનંદન પાઠવું છું અને તેમના ભાવિ પ્રયાસો માટે શુભાશિષ આપું છું.’

બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ અને ઇન્શ્યોરન્સ (BFSI) ઇન્ડસ્ટ્રી વર્ષ 2021-2023ની બેચની મુખ્ય રીક્રૂટર જળવાઈ રહી છે, કારણ કે કુલ વિદ્યાર્થીઓમાંથી 42% વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું છે. તો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (એફએમસીજી) તથા રીટેઇલ અને ઈ-કૉમર્સ IRMAની વર્ષ 2021-2023ની બેચ માટે અનુક્રમે બીજા અને ત્રીજા પ્રમુખ રીક્રૂટિંગ સેગમેન્ટ તરીકે ઉભરી આવ્યાં છે.

આ વર્ષની પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સામેલ થયેલા મુખ્ય રીક્રૂટરોમાં ફ્લિપકાર્ટ, ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઈ બેંક, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (NDDB), સર્વ ગ્રામ ફિનકૅર પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ બેંક, રિલાયન્સ રીટેઇલ, વેદાંતા સીએસઆર, યુબી, મોર રીટેઇલ, આઇડીએફસી ફર્સ્ટ બેંક, મહિન્દ્રા હૉમ ફાઇનાન્સ, મધર ડેરી, ગ્રાન્ટ થોર્નટન ભારત એલએલપી, આઇટીસી લિમિટેડ, અર્નેસ્ટ એન્ડ યંગ, પીડબ્લ્યુસી, ડાબર, ડીસીએમ શ્રીરામ, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, પિક્સુએટ, બેંકર્સ ડઝન, ધી ડિજિટલ ફિફ્થ, ડ્રૂલ્સ પેટ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, ફારમાર્ટ, ખૈબર એગ્રો, અમૂલ, મેકડોનાલ્ડ્સ, આરબીઆઈ ઇનોવેશન હબ અને રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે.

એસોશિયેટ ડીન (પ્લેસમેન્ટ) પ્રો. આશિષ અર્ગડેએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 2021-2023ની બેચની પ્લેસમેન્ટની પ્રક્રિયા એ IRMA પોતાના વિદ્યાર્થીઓની મહત્વકાંક્ષાઓ અને સંસ્થાના મિશનને સંતુલિત કરવા માટે જે કેટલાક નવા માર્ગોનું અન્વેષણ કરી રહી છે, તેની સૂચક છે. અમારા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં વસતાં ક્લાયેન્ટ્સ માટેના ઉત્પાદનો વિકસાવવા બેંકો અને એનબીએફસીમાં જોડાય છે તથા વિકાસલક્ષી અને જાહેર નીતિઓના વર્ટિકલ્સને પરામર્શ પૂરું પાડે છે. અમે અમારા વિદ્યાર્થીઓને નોકરી આપનારી ઇન્ડસ્ટ્રીઓમાંથી થતાં પ્રતિનિધિત્ત્વમાં વૈવિધ્યતા આવતી જોઈ છે. ટેકનોલોજી કન્સલ્ટિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રો અમારા વિદ્યાર્થીઓમાં રસ લઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે અને એટલું જ નહીં, એફએમસીજી, ડેવલપમેન્ટ અને સીએસઆર સેગમેન્ટના અમારા પરત ફરી રહેલા રીક્રૂટરોએ અમારા વિદ્યાર્થીઓમાં તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.’

વર્ષ 2021-2023ની બેચના વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલી મહત્ત્વની ભૂમિકાઓ અને પ્રોફાઇલમાં મેનેજમેન્ટ ટ્રેની, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ હેડ, કન્સલ્ટન્ટ, ડેપ્યુટી મેનેજર, સીનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ અને ક્રેડિટ એનાલીસ્ટનો સમાવેશ થાય છે.

આ વર્ષે સીટીસીમાં જે વધારો થયો છે, તે આ બેચના ટોચના 25 પર્સેન્ટાઇલમાં રહેલા વિદ્યાર્થીઓ માટે સર્વોચ્ચ છે, જે સૂચવે છે કે, આ બેચના ઘણાં મોટા હિસ્સાને પ્રાપ્ત થતાં પૅકેજમાં તંદુરસ્ત વૃદ્ધિ નોંધાઈ છે. અહીં નીચે આપેલા કોષ્ટકમાં પૅકેજોની વિગતવાર સરખામણી રજૂ કરવામાં આવી છે.

પૅકેજોની સાલ-દર-સાલ સરખામણી

વર્ષ 2023ની બેચ

વર્ષ 2022ની બેચ

સરેરાશ સીટીસી

15.50

14.33

મધ્યક સીટીસી

15.00

15.00

સર્વોચ્ચ સીટીસી

26.50

26.50

સૌથી નીચો સીટીસી

08.50

08.00

ટોચના 10 પર્સેન્ટાઇલ

21.81

20.05

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
Embed widget