JEE Mains સેશન-2નું એડમિટ કાર્ડ જાહેર, એક ક્લિકમાં જાણો ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
ઉમેદવારોએ JEE મેન્સ સેશન-2 પરીક્ષા માટે અરજી કરી હતી તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમનું એડમિડ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

JEE Mains Admit Card 2025 Session 2: JEE મેન્સ સેશન-2 પરીક્ષાને લઈને એક મોટી અપડેટ આવી છે. સિટી સ્લિપ પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સેશન-2 માટે એડમિટ કાર્ડ પણ બહાર પાડ્યું છે. જે ઉમેદવારોએ JEE મેન્સ સેશન-2 પરીક્ષા માટે અરજી કરી હતી તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમનું એડમિડ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ jeemains.nta.nic.in ની મુલાકાત લેવી પડશે.
નોંધનીય છે કે JEE મેન્સ સેશન-2 પરીક્ષાની તારીખ પહેલાથી જ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 2 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા કેલેન્ડર મુજબ, તે 2,3,4,7,8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાશે. બધી પરીક્ષાઓ અલગ અલગ શિફ્ટમાં લેવામાં આવશે. દેશભરમાં 12.58 લાખ વિદ્યાર્થીઓએ JEE મેન્સ સેશન 1 ની પરીક્ષા આપી હતી. આમાંથી 14 વિદ્યાર્થીઓએ 100 NTA સ્કોર મેળવ્યો હતો. આ વખતે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સારા સ્કોર્સ મેળવવાની અપેક્ષા છે.
આ રીતે તમે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો
જે ઉમેદવારોએ JEE મેન્સ સેશન-2 ની પરીક્ષા માટે અરજી કરી છે તેમને પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તેમના અરજી નંબર અને પાસવર્ડની જરૂર પડશે. આ વિના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે નહીં. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો.
સૌ પ્રથમ JEE Mains ની સત્તાવાર વેબસાઇટ jeemains.nta.nic.in પર જાઓ.
હોમ પેજ ખુલતાની સાથે જ તમને એડમિટ કાર્ડની લિંક મળશે. JEE મેન્સ સેશન 2 એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરવો પડશે. આ પછી કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
બધી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી પ્રવેશ કાર્ડ તમારી સ્ક્રીન પર ખુલશે. તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
CBSE ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026 શૈક્ષણિક વર્ષ 2025-26 થી વર્ષમાં બે વાર - ફેબ્રુઆરી અને એપ્રિલમાં લેવામાં આવશે. જોકે, CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા વર્ષમાં ફક્ત એક જ વાર લેવામાં આવશે. આ ઉપરાંત, બોર્ડે એ પણ જાહેરાત કરી કે CBSE 12મા બોર્ડ પરીક્ષા 2026 આવતા વર્ષે 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને લગભગ 20 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં બેસવાની અપેક્ષા છે.
Education Loan Information:
Calculate Education Loan EMI





















