શોધખોળ કરો

JNU Admission 2023: JNUમાં MBAમાં એડમિશન લેવા ઈચ્છુકો માટે ખાસ સમાચાર

જેએનયુના એમબીએ પ્રોગ્રામ માટેની અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ માટે ઉમેદવારોએ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

JNU MBA Admission 2023 Registration Begins: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો જેએનયુમાંથી માસ્ટર ઇન બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ કરવા માગે છે તેઓએ શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ. આ પ્રવેશ અટલ બિહારી વાજપેયી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ માટે છે. અહીં MBA પ્રોગ્રામ યોજાય છે. MBA માટે નોંધણી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

આ વેબસાઇટ પરથી કરો અરજી

જેએનયુના એમબીએ પ્રોગ્રામ માટેની અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ માટે ઉમેદવારોએ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. જેનું સરનામું છે – jnuee.jnu.ac.in. એ પણ જાણી લો કે જે ઉમેદવારોએ CAT પરીક્ષા પાસ કરી છે તેઓ જ JNUના MBA પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. CAT સ્કોર 2022 હેઠળ જ અરજી કરી શકાય છે.

આ છે છેલ્લી તારીખ

JNUના ABVSMEમાં MBA પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે ઉમેદવારોએ 15 માર્ચ 2023 પહેલા અરજી કરવાની રહેશે. આ તારીખ બાદ અરજી કરી શકાશે નહીં. એ પણ જાણી લો કે એડમિશન માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 2000 રૂપિયા ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયા ફી ભરવાની રહેશે.

કેવી રીતે થશે પસંદગી

CAT 2022 સ્કોર, ગ્રુપ ડિસ્કશન અને વ્યક્તિગત ઇન્ટરવ્યુના આધારે MBA પ્રોગ્રામમાં પ્રવેશ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વિગતો જાણવા માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

આ રીતે અરજી કરો

અરજી કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે jnuee.jnu.ac.inની મુલાકાત લો.

અહીં હોમપેજ પર MBA એડમિશન નામની લિંક આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.

અહીં નોંધણી કરો અને અરજી ભરો.

આગલા પગલામાં, એપ્લિકેશન ફી ચૂકવો અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

તે પછી ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો. ભવિષ્યમાં આની જરૂર પડી શકે છે.

તમે આ સીધી લિંક દ્વારા પણ અરજી કરી શકો છો.

Woman Education : આ છે ભારતમાં ટોપ 10 મહિલા કોલેજ, કેવી રીતે મેળવાય પ્રવેશ?

એક સમય હતો જ્યારે દેશમાં છોકરીઓને સારું શિક્ષણ મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. પરંતુ આજે છોકરીઓ છોકરાઓ સાથે ખભે ખભો મિલાવીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહી છે અને સારા પદ પર નોકરી કરી રહી છે. આજે દેશની મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં છોકરા-છોકરીઓ એકસાથે જ અભ્યાસ કરે છે. જોકે, આજે પણ એવા ઘણા વાલીઓ છે જે પોતાની દીકરીઓ માટે આવી કોલેજો શોધે છે જ્યાં માત્ર છોકરીઓ જ ભણતી હોય. માટે આજે અમે તમને દેશની આવી ટોપ 10 મહિલા કોલેજો વિશે જણાવીશું જ્યાં જો તમે એડમિશન મેળવો છો તો તમારી લાઈફ સેટ થઈ જાય છે.

લેડી શ્રી રામ કોલેજ ફોર વુમન

લેડી શ્રી રામ કોલેજ દેશની રાજધાની દિલ્હીમાં આવેલી છે. તે દેશની સૌથી પ્રતિષ્ઠિત મહિલા કોલેજોમાંની એક છે. આ કોલેજની સ્થાપના વર્ષ 1965માં કરવામાં આવી હતી. આ કોલેજમાં સોશિયલ સાયન્સ, હ્યુમેનિટીઝ, કોમર્સ અને બી, એસસી અને સ્ટેટિક કોર્સ જેવા અભ્યાસ કરવામાં આવે છે. આ કોલેજની ફી 16,000 રૂપિયાથી 27,000 રૂપિયા સુધીની છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
Embed widget