Jobs : ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ થયા બાદ શોધી રહ્યાં છો નોકરી? આવી ગઈ મોટી ભરતી
લખનૌ કેન્ટોન્મેન્ટ બોર્ડ આ અભિયાન દ્વારા કુલ 15 જગ્યાઓની ભરતી કરશે. જેમાં સેનેટરી ઈન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ વગેરેની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Naukri 2022: ધોરણ 12 પાસ થી લઈને ગ્રેજ્યુએટ થયેલા નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. લખનૌ કેન્ટોનમેન્ટ બોર્ડે ઘણી જગ્યાઓ ભરવા માટે ભરતીની અધિસૂચના બહાર પાડી છે. જેના માટે ટૂંક સમયમાં અરજીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.
સંસ્થામાં 15 જગ્યાઓની ભરતી માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવશે. ઉમેદવારો 01 ડિસેમ્બર 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધી ઝુંબેશ માટે અરજી કરી શકશે.
લખનૌ કેન્ટોન્મેન્ટ બોર્ડ આ અભિયાન દ્વારા કુલ 15 જગ્યાઓની ભરતી કરશે. જેમાં સેનેટરી ઈન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ વગેરેની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી પોસ્ટ અનુસાર ઇન્ટરમીડિયેટ / B.Sc / B.Ed / D.El.D / D.Pharma / BTC અને અન્ય નિયત પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
ઉંમર મર્યાદા
સૂચના અનુસાર, આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 33 વર્ષ હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
આ રીતે થશે પસંદગી
આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, જનરલ અવેરનેસ, ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ વગેરે વિષયોને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં લાયક ઠરે છે તેઓને મૂળ દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
આટલી રહેશે અરજી ફી
જો તમે આ ઝુંબેશ માટે અરજી કરવા માંગતા હોવ તો તમારે અરજી ફી ચૂકવવી પડશે. આ પદો માટે ઉમેદવારોએ 1200 રૂપિયા ફી ભરવાની રહેશે.
કેવી રીતે કરી શકાશે અરજી?
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 01 ડિસેમ્બર 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધી સત્તાવાર સાઇટ lucknow.cantt.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ ભરતી માટે અરજી કરો
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ એપ્રેન્ટીસની જગ્યા માટે ભરતી કરી રહી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે. IOCL માં 465 જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉમેદવારો આ ઝુંબેશ માટે સત્તાવાર વેબસાઇટ plapps.indianoil.in પર જઈને અરજી કરી શકે છે.
આ ઈલેક્ટ્રીક કાર પાછળ ઘેલા છે ભારતીયો, આ બાઈક પણ મચાવે છે ધૂમ
ઈલેક્ટ્રિક વાહનો તરફ ભારતીય લોકોનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. આપણે ગત મહિને પણ તેનું ઉદાહરણ જોઈ ચુક્યા છએ. ઓક્ટોબરમાં તહેવારોની સિઝનને કારણે ભારતમાં ઈલેક્ટ્રિક કારનું જોરદાર વેચાણ થયું હતું જે એક નવો રેકોર્ડ બન્યો હતો. પરંતુ તહેવારોની સિઝન વીતી ગયા બાદ પણ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ અને માંગમાં કોઈ ઘટાડો થયો નથી. હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, આ મહિને પણ ઈવીના વેચાણના આંકડા ગત મહિનાના રેકોર્ડ જેટલા જ રહી શકે છે.
કારના રજીસ્ટ્રેશન માટેની સરકારી વેબસાઈટ વાહન પરથી મેળવેલા ડેટા અનુસાર ગયા મહિને ઓક્ટોબરમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 1.15 લાખ યુનિટના આંકને સ્પર્શી ગયું હતું. આ જ ટ્રેન્ડ આ મહિને પણ ચાલુ છે અને નવેમ્બરમાં અત્યાર સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોના 99,000 યુનિટ વેચાયા છે. જેના કારણે એવું માનવામાં આવે છે કે આ મહિને પણ આ વાહનોના વેચાણના આંકડા ઓક્ટોબરના વેચાણની બરાબર રહી શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI





















