શોધખોળ કરો

આ રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ સેવા બંધ રહેશે, જાણો શું છે કારણ

બોર્ડ દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરે છે, પરંતુ કોવિડના કારણે ગયા વર્ષે પરીક્ષા લેવામાં આવી ન હતી.

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં સોમવારથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળ બોર્ડ ઑફ હાયર સેકન્ડરી એજ્યુકેશન (WBBSE)ના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે માલદા અને મુર્શિદાબાદ સહિત વિવિધ જિલ્લાઓમાં પરીક્ષાઓ શરૂ થયાના એક કલાકની અંદર 2019 અને 2020માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રશ્નપત્રો લીક થવાની પૃષ્ઠભૂમિમાં આ કરવામાં આવી રહ્યું છે.

બોર્ડ દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરે છે, પરંતુ કોવિડના કારણે ગયા વર્ષે પરીક્ષા લેવામાં આવી ન હતી. એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્તચર વિભાગ તરફથી માહિતી મળી છે કે આગામી કેટલાક દિવસોમાં ગેરકાયદેસર કામ (પરીક્ષા સંબંધિત) માટે ઇન્ટરનેટનો દુરુપયોગ થઈ શકે છે. જોકે, નોટિફિકેશનમાં એવા વિસ્તારોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જ્યાં આ પ્રતિબંધ લાગુ થશે. અધિકારીએ જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ નિર્ણય લેવામાં આવશે. જો કે, ફોન કોલ્સ અને એસએમએસ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં.

એક સૂત્રના જણાવ્યા અનુસાર, પરીક્ષાના દિવસોમાં અગાઉ પણ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ તેની જાહેરાત કરવામાં આવી ન હતી. બોર્ડના અધ્યક્ષ કલ્યાણમોય ગાંગુલીએ જણાવ્યું હતું કે, "બોર્ડની આ નિર્ણયમાં કોઈ ભૂમિકા નથી. આ સંપૂર્ણ રીતે રાજ્ય સચિવાલય દ્વારા લેવામાં આવેલ વહીવટી નિર્ણય છે." ઈન્ટરનેટ સેવા હંગામી ધોરણે બંધ કરવાથી બોર્ડની પરીક્ષાઓમાં નકલ બંધ થશે કે કેમ તે જોવાનું રહેશે.

આ પણ વાંચોઃ 

SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ

RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

શું તમને શિયાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરવાથી ઈલેક્ટ્રીક શોક લાગે છે? જાણો તેની પાછળનું કારણ

ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે! શું તમે અજાણતાં આ ભૂલ કરી છે? ફટાફટ થઈ જાવ એલર્ટ

ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!

Embed widget