શોધખોળ કરો

NCL Recruitment: આ સેક્ટરમાં 405 પદ માટે બહાર પડાઈ ભરતી, 10 પાસ ઉમેદવારો કરી શકે છે અરજી

અધિસૂચના અનુસાર આ પોસ્ટ્સ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને સારો પગાર આપવામાં આવશે. માઇનિંગ સિરદારના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 31,852નો પગાર આપવામાં આવશે

Northern Coalfield Ltd Recruitment 2022: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડે એક અધિસૂચના બહાર પાડી છે. જે મુજબ સંસ્થામાં બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે. NCLમાં માઇનિંગ સિરદાર અને સર્વેયરની 405 જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવશે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ nclcil.in પર જઈને અરજી કરી શકે છે. 

આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2022 છે. આ ઝુંબેશ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10, ડિગ્રી, ડિપ્લોમા અથવા સમકક્ષ અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ. તે જ સમયે, ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કેટલો પગાર મળશે

અધિસૂચના અનુસાર આ પોસ્ટ્સ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને સારો પગાર આપવામાં આવશે. માઇનિંગ સિરદારના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 31,852નો પગાર આપવામાં આવશે અને સર્વેયરના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 34,391નો પગાર આપવામાં આવશે.

અરજી ફી ભરવાની રહેશે

અધિસૂચના અનુસાર ઉમેદવારોએ આ ઝુંબેશ માટે અરજી ફી ચૂકવવાની રહેશે. સામાન્ય / OBC / EWS ઉમેદવારોએ ભરતી માટે રૂ. 1180 ની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST/PWD/ESM/વિકાસ ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવશે.

પસંદગી આ રીતે થશે

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. કોઈપણ પ્રકારની વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

આ ભરતી માટે અરજી કરો

નેશનલ હેલ્થ મિશન હેઠળ, યુપીમાં સ્ટાફ નર્સ, ANM, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે. આ ભરતી અભિયાન દ્વારા રાજ્યમાં 17 હજાર 291 જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upnrhm.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2022 છે.

ESIC Recruitment 2022: ESICએ બહાર પાડી ભરતી, મળશે મહિને 78,000નો તોતિંગ પગાર

એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને એક જાહેરનામું બહાર પાડ્યું છે.  તે પ્રમાણે ESICમાં 33 સ્પેશિયાલિસ્ટ ગ્રેડ-2 (સિનિયર સ્કેલ) ની જગ્યાઓ પર ભરતી થવાની છે. જે માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી હૈદરાબાદ અને ચેન્નઈ માટે કરવામાં આવી રહી છે. આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ નિયત ફોર્મેટ ભરીને નીચે આપેલા સરનામે મોકલવાનું રહેશે. ઉમેદવારો આ અભિયાન માટે 27 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે.

અહેલાવ પ્રમાણે  ESICમાં કાર્ડિયોલોજી, કાર્ડિયો-થોરાસિક, એન્ડોક્રિનોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, કેન્સર સર્જરી, યુરોલોજી, પીડિયાટ્રિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, થોરાસિક સર્જરી વગેરે સંબંધિત જગ્યાઓ ભરવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી MBBS તેમજ DM, MCh, PG અથવા તેને સંબંધિત કોર્સ કરેલો હોવો જોઈએ. આ સાથે સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
Embed widget