શોધખોળ કરો
Advertisement
દેશના કરોડો વિદ્યાર્થીઓનો ફાયદો કરાવતો મોટો નિર્ણય, CA બનવા માટેના નિયમોમાં કરાયો શું મોટો ફેરફાર ?
આઇસીએઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી જોગવાઈ હેઠળ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હવે સીએ ફાઉન્ડેશન કોર્સ 2020 માટે અરજી કરી શકે છે. આ અંગે આઈસીએઆઈ દ્વારા પણ ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.
અમદાવાદઃ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. હવેથી ધોરણ 10 પછી પણ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ધો. 10 પાસ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યાના 4 મહિના પછી આવતી ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકશે. આ પહેલા ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ જ ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકતા હતા.
આઇસીએઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી જોગવાઈ હેઠળ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હવે સીએ ફાઉન્ડેશન કોર્સ 2020 માટે અરજી કરી શકે છે. આ અંગે આઈસીએઆઈ દ્વારા પણ ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. આઈસીએઆઈના ટ્વિટર પરથી જાહેર આવેલી ઓફિશિયલ નોટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નોંધણી ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવી જોગવાઈ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પ્રવેશવાની મંજૂરી અપાશે, જેથી તેમને સીએની પરીક્ષા માટે વધુ સમય મળશે.
આઈસીએઆઈના પ્રમુખ અતુલકુમાર ગુપ્તાના કહેવા મુજબ સંસ્થાને તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન્સ, 1988ના રેગ્યુલેશન્સ 25E, 25F અને 28F માં સુધારો કરવા માટે ભારત સરકારની મંજૂરી મળી છે. આ મુજબ, હવે ધોરણ 10ની પરીક્ષાઓ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ આઇસીએઆઈના ફાઉન્ડેશન કોર્સમાં પ્રોવિઝનલ નોંધણી કરાવી શકે છે.
ગૃહ મંત્રી અમિત શાહનો આજે બર્થ ડે, મોદી-રૂપાણીએ પાઠવી શુભકામના
આ છે 5 લાખની ઓછી કિંમતની ટોપ-5 કાર, ફેસ્ટિવલ સીઝનમાં મળી રહ્યું છે તેના પર તગડું ડિસ્કાઉન્ટ
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement