શોધખોળ કરો
આ છે 5 લાખની ઓછી કિંમતની ટોપ-5 કાર, ફેસ્ટિવલ સીઝનમાં મળી રહ્યું છે તેના પર તગડું ડિસ્કાઉન્ટ
કંપની ગ્રાહકોને આકર્ષવા કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય ઓફર્સ પણ આપી રહીછે.

જો તમે ઓછા બજેટની કાર ખરીદવા માંગતા હો તો હાલ માર્કેટમાં 5 લાખથી ઓછી કિંમતની અનેક કારના વિકલ્પ ઉપલબ્ધ છે. તહેવારોની સીઝનમાં તેમાં સારુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની ગ્રાહકોને આકર્ષવા કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય ઓફર્સ પણ આપી રહીછે. Maruti S-Presso દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી હંમેશા મિડલ ક્લાસની ફેવરિટ રહી છે. એસ પ્રેસો 22 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંનેનો વિકલ્પ છે. આ કારની કિમત 3.70 લાખથી શરૂ થાય છે. ફેસ્ટિવ સીઝનમાં આશરે 48 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Maruti Suzuki Alto મારુતિ સુઝુકીની અલ્ટો આજે પણ સૌથી વધારે વેચાતી કાર છે. આ કાર 1 લીટર પેટ્રોલમાં 22 કિલોમીટર માઇલેજ આપે છે. આ કારનું સીએનજી મોડલ પણ છે અને તેની માઇલેજ 30 કિલોમીટરથી વધારે છે. અલ્ટોની કિંમત 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કાર પર 30 હજાર રૂપિયા સુધીના બનિફિટ મળી રહ્યા છે, જેમાં 20 હજારનું એક્સચેન્જ બોનસ પણ સામેલ છે. Hyundai Santro હ્યુન્ડાઈની સેન્ટ્રો સ્મોલ સેગમેન્ટમાં ઘણી લોકપ્રિય છે. તેની કિંમત 5 લાખથી ઓછી છે. આ કાર આશરે 18 કિલોમીટરની માઇલેજ આપે છે. સેંટ્રો કારની કિંમત સાડા ચારા લાખથી શરૂ થાય છે. આ કાર પર ફેસ્ટિવલ સીઝનમાં 45 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Datsun Go 5 લાખથી ઓછા બજેટમાં કાર ખરીદવા માટે ડેટ સન ગો પણ સારો વિકલ્પ છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને સીવીટી ટ્રાન્સમિશનનો વિકલ્પ છે. 1 લીટર પેટ્રોલમાં આશરે 20 કિલોમીટરની માઇલેજ આપે છે. તેની કિંમત 4 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કાર પર 55 હજાર સુધીની ઓફર્સ મળી રહી છે. Renault Kwid BS6 સસ્તી કાર લેવા માંગતા હો તો રેનોની Kwid BS6 પણ લઈ શકો છે. આ કારમાં 1.0 લીટરનું 3 સિલેંડર પેટ્રોલ એન્જિન છે અને અંદાજે 22 કિલોમીટરની માઇલેજ આપે છે. આ કારની કિંમત 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ફેસ્ટિવ સીઝનમાં આશરે 25 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેલંગાણાના દિગ્ગજ નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું મોત, કોરોનાથી થયા હતા સંક્રમિત વિશ્વમાં પ્રથમ વખત 24 કલાકમાં આવ્યા 4.36 લાખ કોરોના કેસ, મોતનો આંકડો પણ વધ્યો
વધુ વાંચો





















