ONGC UGC NET 2020: HR, PR ઓફિસર ની કરવી છે નોકરી, ONGC આપી રહી છે તક
ONGC Jobs: ઓએનજીસી યુજીસી નેટ 2020 સ્કોરના માધ્યમથી ઓએનજીસીમાં એચઆર અને પીઆર અધિકારીના પદ પર ભરતી કરવામાં આવશે. 4 જાન્યુઆરી અંતિમ તારીખ છે.
ONGC Recruitment: ONGCમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. વાસ્તવમાં, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની લિમિટેડે (Oil and Natural Gas Company Limited) યુજીસી નેટT 2020 (UGC 2020) સ્કોર દ્વારા HR એક્ઝિક્યુટિવ અને PR ઓફિસર્સ સહિતની વિવિધ જગ્યાઓ ભરવા માટે અરજદારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તો ONGCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકે છે. નોટિફિકેશન અનુસાર, અરજી કરવાની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી 2022 છે.
અરજી માટે પાત્રતા
નોટિફિકેશન અનુસાર ઉમેદવારે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે પર્સનલ મેનેજમેન્ટ / HRD / HRM માં વિશેષતા સાથે MBA અથવા ઓછામાં ઓછા 60% ગુણ સાથે કર્મચારી મેનેજમેન્ટ / IR / લેબર વેલફેરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ન્યૂનતમ 2 વર્ષ પૂર્ણ સમયની પોસ્ટ હોવી જોઈએ.
ONGC દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર HR એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે PM/IR/લેબર વેલફેરમાં પોસ્ટ ગ્રેજ્એટ અથવા ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે આઈઆઈએમથી પીજીડીએમ હોવા જોઈએ.
ONGC ભરતી નોટિફિકેશન મુજબ, પબ્લિક રિલેશન ઓફિસરની પોસ્ટ માટે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે.પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન પબ્લિક રિલેશન, જર્નાલિઝમ અથવા માસ કોમ્યુનિકેશનમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
આ રીતે અરજી કરો
- લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી રજીસ્ટર કરવા માટે અધિકૃત વેબસાઇટ ongcindia.com ની મુલાકાત લેવાની જરૂર છે.
- નોંધણી સાઇટ 4 જાન્યુઆરી 2022 સુધી ખુલ્લી રહેશે.
- ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે અરજીના કોઈપણ/અન્ય મોડને સ્વીકારવામાં આવશે નહીં.
- જનરલ, OBS અને EWS કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે SC/ST ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ આ જાણીતી સહકારી બેંકમાં મેનેજમેંટ ટ્રેઇની પોસ્ટ પર નીકળી ભરતી, જાણો કોણ કરી શકશે અરજી
Education Loan Information:
Calculate Education Loan EMI