Railway Recruitment : ભારતીય રેલવેમાં 8000થી વધુ TTEના પદો પર બહાર પડી ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી
Railway Recruitment : ભારતીય રેલવેના રેલવે ભરતી બોર્ડે (RRB) એ 8,000 થી વધુ ટીટીઇની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે
Railway Recruitment : ભારતીય રેલવેના રેલવે ભરતી બોર્ડે (RRB) એ 8,000 થી વધુ ટીટીઇની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વધુ વિગતો માટે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in પર જઈ શકે છે. અરજીની પ્રક્રિયા મે, 2024માં શરૂ થવાની શક્યતા છે. જ્યારે તે જૂન, 2024માં પૂર્ણ થાય તેવી સંભાવના છે. પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
પોસ્ટ:
ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (ટીટીઇ) 8,000થી વધુ પદો
ઉંમર મર્યાદા
ન્યૂનતમ ઉંમર - 18 વર્ષ
મહત્તમ ઉંમર - 28 વર્ષ
પગાર:
ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) પોસ્ટનો પગાર 27,400 થી 45,600 રૂપિયા સુધીનો હોવાની અપેક્ષા છે.
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારોએ મેટ્રિક અથવા ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી હોય અથવા માન્ય બોર્ડમાંથી ડિપ્લોમા પૂર્ણ કરેલ હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા:
લેખિત પરીક્ષા
શારીરિક કસોટી
મેડિકલ ટેસ્ટ
અરજી ફી
સામાન્ય અને ઓબીસી વર્ગો માટે 500 રૂપિયા
એસસી/એસટી કેટેગરી માટે: 300 રૂપિયા
કેવી રીતે અરજી કરવી:
-ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in ની પર જાવ.
-લેટેસ્ટ વિકલ્પ પર જાવ અને Railway TTE recruitment 2024 સર્ચ કરો
-રેલવે TTE ભરતી વિભાગમાં તમને ઓનલાઇન અરજી કરવાની લિંક મળશે તેના પર ક્લિક કરો
-તમારે અહીં બધી માહિતી ભરવાની રહેશે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો
-સાઈઝ પ્રમાણે તમારો ફોટો અને અંગૂઠાની છાપ અપલોડ કરો
-પછીના પેજમાં તમે ફી જમા કરી શકો છો અને તમારી તારીખ સેવ કરો અને તમારું ફોર્મ સબમિટ કરો
વધુ વિગતો માટે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in જોતા રહો.
ભારતીય રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં 4000 થી વધુ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ભરતી છે. આ માટેનું આવેદનપત્ર 15મી એપ્રિલથી ભરવામાં આવશે. RPF ભરતી 2024 માટે અરજી સત્તાવાર વેબસાઇટ rpf.indianrailways.gov.in પર જઈને કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI