RITES Recruitment 2023: રેલવે ઇન્ડિયા ટેકનિકલ સર્વિસમાં 100 ખાલી જગ્યા માટે થશે ભરતી, આ રીતે કરો અપ્લાય
રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસે 100 જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અપ્લાય શકે છે.
RITES Recruitment 2023: રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસે 100 જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અપ્લાય શકે છે.
રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં બમ્પર પદ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rites.com પર જઈને આ જોબ માટે અરજી કરી શકે છે. આ જોબ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 07 ઓગસ્ટ છે. ઉમેદવારોએ નોંધ લેવી કે છેલ્લી તારીખ પછી કોઈપણ ઉમેદવારનું અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારો ભરતી માટે ઓનલાઇન અપ્લાય કરવા માટે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ અપ્લાલિકેશન કરી શકે છે.
RITES Jobs 2023: કેટલી જગ્યા ખાલી છે
રેલવેના વિભાગમાં કુલ 100 જગ્યા ખાલી પડેલી છે. જેમાં સિવિલ એન્જિનિયર, પર્યાવરણ સામાજિક નિરિક્ષક વિશેષજ્ઞ,જુનિયર ડિજાઇન એન્જનિયર. ડ્રાફ્ટમેન પદ પણ સામેલ છે.
RITES Jobs 2023:ભરતી માટે યોગ્યતા
આ પોસ્ટ માટે ભરતી કરવા માટે સંબંધિત વિષષમાં ગ્રેજ્યુએટ થવું પણ જરૂરી છે. ઉપરાંત ઉમેદવારોને 2થી5 વર્ષ કામ કરવાનો અનુભવ હોવો જોઇએ.
RITES Jobs 2023: ભરતી માટેની પ્રસંદગી પ્રક્રિયા
રેલવેમાં ખાલી પડેલા આ પદની ભરતી એક વર્ષના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ પર થશે,. સારૂ પર્ફોમ કરનારની કોન્ટ્રોક્ટ રિન્યુ કરવામાં આવશે, વધુ જાણકારી માટે આપ ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને ડિટેલ્સ ચેક કરી શકો છો.
RITES Jobs 2023:કેવી રીતે કરશો અપ્લાય
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ rites.com પર જાવ.
- બાદ હોમપેજ પર જઇને ભરતી પર ક્લિક કરો
- બાદ પર્સનલ ડિટેલ ફિલઅપ કરો અને સબમિટ કરો
- ચોથા સ્ટેપમાં અરજીપત્ર ભરો
- ત્યારબાદ અરજી માટેના શુલ્કને પે કરો
- ત્યારબાદ અરજીપત્રને સબમિટ કરો
- બાદ અરજીપત્ર ડાઉનલોડ કરી લો
- બાદ અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લો
આ પણ વાંચો
Ahmedabad: ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ
Weather Update: દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Education Loan Information:
Calculate Education Loan EMI