RRB Vacancy 2024: રેલવેમાં બહાર પડી 1300થી વધુ પદો પર નવી ભરતી, આ તારીખથી શરૂ થશે અરજી
RRB Vacancy 2024:ભારતીય રેલવેમાં નવી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
RRB Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં નવી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. તાજેતરમાં રેલવે ભરતી બોર્ડ (RRB) એ પેરા મેડિકલ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. જો કે, આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 17 ઓગસ્ટ, 2024 થી શરૂ થશે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 રાખવામાં આવી છે. આ સમય દરમિયાન ઉમેદવારો RRB indianrailways.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને તેમના રીઝન અનુસાર અરજી કરી શકે છે.
ખાલી જગ્યાની વિગતો
રેલવેની આ ભરતી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ, સ્પીચ થેરાપી, ફિલ્ડ વર્કર, ECG ટેકનિશિયન, ડાયેટિશિયનથી લઈને વિવિધ પોસ્ટ માટે કરવામાં આવી છે. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે? ઉમેદવારો તેની વિગતો નીચે વિગતવાર જોઈ શકે છે.
ડાયેટિશિયન- 05
નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ- 713
ઓડિયોલોજી અને સ્પીચ થેરાપિસ્ટ- 07
ક્લિનિકલ સાયકોલોજિસ્ટ- 07
ડેન્ટલ હાઇજીન-03
ડાયાલિસિસ ટેકનિશિયન- 20
હેલ્થ & મલેરિયા ઇન્સ્પેક્ટર- 126
લેબોરેટરી સુપરિન્ટેન્ડેન્ટ ગ્રેડ-3- 27
પરફ્યુનિસ્ટ- 02
ફિઝિયોથેરાપી ગ્રેડ-2- 20
ઓક્યુપેશનલ થેરાપિસ્ટ- 02
કેથ લેબોરેટરી ટેકનિશિયન- 02
ફાર્માસિસ્ટ એન્ટ્રી ગ્રેડ- 246
રેડિયોગ્રાફર એક્સ રે ટેકનિશિયન- 64
સ્પીચ થેરાપિસ્ટ- 01
કાર્ડિયાક ટેકનિશિયન- 04
ઑપ્ટોમેટ્રિસ્ટ- 04
ECG ટેકનિશિયન- 13
લેબોરેટરી આસિસ્ટન્ટ- 94
ફિલ્ડ વર્કર- 19
કુલ-1376
યોગ્યતા
આ સરકારી નોકરી માટે અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 18-21 વર્ષ અને પોસ્ટ મુજબ મહત્તમ વય 33-43 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ભરતી સંબંધિત અન્ય લાયકાત ચકાસી શકે છે.
આ રીતે સિલેક્શન થશે
રેલવેની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) પરીક્ષા દ્વારા કરવામાં આવશે. અરજી દરમિયાન ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે SC, ST, ભૂતપૂર્વ સૈનિક, મહિલા, ટ્રાન્સજેન્ડર, EBC, PWBD કેટેગરીના ઉમેદવારો માટે આ ફી 250 રૂપિયા હોવી જોઈએ. ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI