ગુજરાત હાઈકોર્ટમાં ગ્રેજ્યુએટ માટે ભરતી બહાર પડી, પગાર 1 લાખ 42 હજાર, SC, STને ફીમાં છૂટ
આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે 6 મેથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવારો 26 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
Gujarat High Court Jobs: ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગ્રેડ 1 અને ગ્રેડ 2 સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે 6 મેથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવારો 26 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો www.gujarathighcourt.nic.in અથવા http;//hc-ojas.gujarat.gov.in વેબસાઇટથી અરજી કરી શકશે.
જરૂરી તારીખ
સ્ટેનોગ્રાફર ગ્રેડની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 6 મેથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26મી મે નક્કી કરવામાં આવી છે.
વય મર્યાદા
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II ની પોસ્ટ માટે ઉમેદવારની વય મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એ જ રીતે, અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III ની પોસ્ટ માટે, લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત:
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.
અંગ્રેજી શોર્ટહેન્ડમાં ઝડપ 120 શબ્દો પ્રતિ મિનિટ, કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓનું જ્ઞાન.
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III): માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.
અંગ્રેજી લઘુલિપિમાં ઝડપ 100 શબ્દો પ્રતિ મિનિટ, કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન.
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 21 થી 40 વર્ષ
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III): 21 થી 35 વર્ષ
ફી:
SC, ST, OBC (SEBC), EWS, PH, ભૂતપૂર્વ સૈનિક: રૂ. 750
અન્ય તમામ ઉમેદવારો: રૂ. 1500
પરીક્ષા પેટર્ન:
એલિમિનેશન કસોટી (ઉદ્દેશ પ્રકાર – MCQ): 100 ગુણ
શોર્ટહેન્ડ/કૌશલ્ય કસોટી: 70 ગુણ
ઇન્ટરવ્યુ: 30 માર્ક્સ
પગાર:
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: રૂ 44,900- રૂ 1,42,400 પ્રતિ માસ
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): રૂ 39,900- રૂ 1,26,600 પ્રતિ માસ
જરૂરી દસ્તાવેજો
તમામ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો
ઉમેદવારનું આધાર કાર્ડ
ઉમેદવારનું પાન કાર્ડ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
સહી
સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વગેરે.
આ રીતે અરજી કરો:
સત્તાવાર વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાઓ.
'ઓનલાઈન અરજી કરો' લિંક પર ક્લિક કરીને નોંધણી કરો.
શૈક્ષણિક અને વ્યક્તિગત વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
ફોર્મ સબમિટ કરો. વધુ જરૂરિયાત માટે પ્રિન્ટઆઉટ રાખો.
Education Loan Information:
Calculate Education Loan EMI