School Closed: કોલ્ડવેવના કારણે ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં શાળાઓ ત્રણ દિવસ રહેશે બંધ, જાણો વધુ વિગત
Udaipur School Closed: અધિક જિલ્લા કલેક્ટર (શહેર) પ્રભા ગૌતમે જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
![School Closed: કોલ્ડવેવના કારણે ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં શાળાઓ ત્રણ દિવસ રહેશે બંધ, જાણો વધુ વિગત School Closed: All schools in Udaipur to remain closed till 18th January due to cold wave School Closed: કોલ્ડવેવના કારણે ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં શાળાઓ ત્રણ દિવસ રહેશે બંધ, જાણો વધુ વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/16/28bfd1dab1d8cd33d00669474852d402167384275193576_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
School Closed: રાજસ્થાનમાં કોલ્ડ વેવને ધ્યાનમાં રાખીને ઉદયપુરની તમામ શાળાઓ 18 જાન્યુઆરી સુધી આઠમા ધોરણ સુધીના તમામ વર્ગો બંધ રહેશે. 19 થી 22 જાન્યુઆરી સુધી ખાનગી શાળાઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અધિક જિલ્લા કલેક્ટર (શહેર) પ્રભા ગૌતમે જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓને રજા વિશે જાણ કરવામાં આવી છે અને તેનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Rajasthan | All schools in Udaipur to remain closed till 18th January for students up to std 8 in wake of coldwave. Private schools to remain open from 9 am to 3 pm from 19th to 22nd January. pic.twitter.com/uYemWgVlL4
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 16, 2023
ગુજરાતમાં હજુ બે દિવસ જોવા મળશે ઠંડીનો ચમકારો
ગુજરાતમાં હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બરફની ચાદર છવાઈ હતી. નલિયામાં રેકોર્ડ 1.4 ડિગ્રી તો પાટણમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ. રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયું છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.
અનૈતિક સંબંધ રાખવા મુદ્દે થઈ માથાકૂટ, પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધ રાખવા મુદ્દે પૂર્વ પ્રેમી અને પ્રેમિકામાં માથાકૂટ થઈ હતી. જે બાદ પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમિને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક યુકને દોઢ વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયો હતો. જેને થોડા સમય પહેલાં તોડી નાંખ્યો હતો. બાદમાં પૂર્વ પ્રેમિકાએ અન્ય યુવક સાથે મૈત્રી કરાર કર્યો હતો.
રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં ઉત્તરાયણની સાંજે પ્રેમ સંબંધના કિસ્સામાં કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરના હિરેન જાદવ પર તેની પૂર્વ પ્રેમિકા જ્યોત્સના અને પ્રેમિકાના હાલના પ્રેમી પરસોતમે છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ યુવાનનું રવિવારે સવારે મોત નીપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હુમલો કરનાર અને તેના બે મિત્રો વિરૂદ્ધ પણ આજીડેમ પોલીસે જ્યોત્સનાની ફરિયાદ પરથી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. જ્યોત્સનાએ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, પોતે હવે સંબંધ રાખવા ઇચ્છતી ન હોવા છતાં અગાઉનો હિરેન ધરાર અનૈતિક સંબંધ રાખવા કહેતો હોઇ માથાકૂટ થઇ હતી. એ કારણે તેણે મારા હાલ હું જેની સાથે કરારથી રહું છું તે પરસોતમ પર હુમલો કર્યો હતો.
હિરેન જાદવ સ્કૂલવેન ચલાવતો હતો. તેને દોઢેક વર્ષ પહેલા જ્યોત્સના સાથે પ્રેમ સંબંધ હતો. હિરેને થોડા સમય પહેલા પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. જે બાદ જ્યોત્સના પરષોત્તમ સાથે મૈત્રીકરારમાં રહેતી હતી. હિરેનને આ પસંદ ન હોઇ માથાકૂટ ચાલતી હતી. ઉત્તરાયણના દિવસે બોલાચાલી થતાં પરષોત્તમે છરીનો ઘા હિરેનને પેટમાં મારી દીધો હતો. તેમજ બીજા ઘા પણ માર્યા હતાં. લોકો ભેગા થઇ ગયા હતાં અને હિરેનના ભાઇ કાનાને બોલાવતાં તે આવી ગયો હતો અને હિરેનને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)