શોધખોળ કરો

NEET પેપર લીકને રોકવા ટેલિગ્રામ પર મુકાયો છે પ્રતિબંધ, કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

21 જૂને યોજાનારી NEET-UG ફરીથી પરીક્ષા પહેલા ટેલિગ્રામે તેના પ્લેટફોર્મને અસ્થાયી રૂપે બ્લોક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટેલિગ્રામે પ્લેટફોર્મ બ્લોક કરવાના સરકારી નિર્ણયને પડકાર્યો.
  • NEET પેપર લીક અંગે ખોટી માહિતી રોકવા બ્લોક કરાયું.
  • NTA એ 200+ ચેનલો બ્લોક કરાવી, ટેલિગ્રામે અસર જણાવી.
  • CBI એ NEET પેપર લીક કેસમાં 13 આરોપી ધરપકડ કર્યા.

21 જૂને યોજાનારી NEET-UG ફરીથી પરીક્ષા પહેલા ટેલિગ્રામે તેના પ્લેટફોર્મને અસ્થાયી રૂપે બ્લોક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે. જસ્ટિસ તેજસ કરિયાની બેન્ચ સમક્ષ ટેલિગ્રામ દ્વારા આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું હતું કે NEET પરીક્ષા સંબંધિત છેતરપિંડી અને પેપર લીકને લગતી ખોટી માહિતીને રોકવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં અભિષેક સિંહે જણાવ્યું હતું કે, "અમારે આ કડક પગલું ભરવું પડ્યું કારણ કે કૌભાંડીઓ અને છેતરપિંડી કરનારાઓ ટેલિગ્રામ પ્લેટફોર્મનો સતત દુરુપયોગ કરી રહ્યા હતા. તેઓ આગામી NEET પરીક્ષાના વાસ્તવિક પ્રશ્નપત્રો હોવાનો દાવો કરીને નકલી પ્રશ્નપત્રો ફેલાવી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી તેમની ચિંતાનો લાભ લઈને પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા."

આ માટે NTA એ ટેલિગ્રામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને NEET પરીક્ષાનું પેપર લીક થયાનો સ્પષ્ટપણે દાવો કરતા ગ્રુપ્સ અને ચેનલોને બ્લોક કરવાની વિનંતી કરી હતી. આ પ્રયાસના ભાગ રૂપે 200થી વધુ ચેનલોને બ્લોક કરવામાં આવી હતી. દરમિયાન મેસેજિંગ એપના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવે એક્સ પર લખ્યું  હતું કે, "ભારતના આઈટી મંત્રાલયે ટેલિગ્રામ પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે કેટલાક યુઝર્સ લીક થયેલા પરીક્ષાના પ્રશ્નો શેર કર્યા હતા. આનાથી ભારતમાં 150 મિલિયનથી વધુ સામાન્ય ટેલિગ્રામ યુઝર્સને સજા થઈ રહી છે, પરીક્ષા સામગ્રી લીક કરનારાઓને નહીં. આ પ્રતિબંધથી કંઈ થયું નહીં. લીક્સ ફક્ત અન્ય એપ્લિકેશનોમાં ફેલાઈ ગયા." 

નોંધનીય છે કે પેપર લીક થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા રદ કરી હતી. અત્યાર સુધીમાં CBI એ પેપર લીક કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે અને બધા તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં 21 જૂને યોજાનારી NEET UG રી-ટેસ્ટ પહેલા ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. સરકારનું માનવું હતું કે પ્રશ્નપત્રો અને અન્ય સંવેદનશીલ સામગ્રી સહિત પરીક્ષા સંબંધિત ગુપ્ત માહિતી લીક થવાની સંભાવનાને કારણે આ પગલું જરૂરી હતું. ટેલિગ્રામે સરકારના આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરી છે. કંપનીનો દલીલ છે કે આ પ્રતિબંધ ગેરવાજબી છે અને લાખો કાયદેસર યુઝર્સને અસર કરી રહ્યો છે. તેથી આ નિર્ણયની ન્યાયિક સમીક્ષા થવી જોઈએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટમાં શા માટે અરજી કરી છે?

ટેલિગ્રામે કેન્દ્ર સરકાર દ્વારા તેના પ્લેટફોર્મને અસ્થાયી રૂપે બ્લોક કરવાના નિર્ણયને પડકારવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે.

કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ શા માટે મૂક્યો હતો?

NEET પરીક્ષા સંબંધિત છેતરપિંડી અને પેપર લીકને લગતી ખોટી માહિતી રોકવા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો હતો. કૌભાંડીઓ નકલી પ્રશ્નપત્રો ફેલાવી પૈસા પડાવતા હતા.

ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે આ પ્રતિબંધ વિશે શું કહ્યું?

પાવેલ દુરોવે કહ્યું કે ભારતના IT મંત્રાલયે લીક થયેલા પ્રશ્નો શેર કરવા બદલ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. આનાથી 150 મિલિયનથી વધુ સામાન્ય યુઝર્સને સજા થઈ, અને લીક્સ અન્ય એપ્લિકેશનોમાં ફેલાઈ ગયા.

NEET પરીક્ષા શા માટે રદ કરવામાં આવી હતી?

પેપર લીક થયા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા રદ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget