શોધખોળ કરો

Ahmedabad: એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,ફી વધારાને લઈને સામે આવી મોટી માહિતી

અમદાવાદ: રાજ્યની એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ કોલેજોની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ટેકનિકલ કોલેજોમાં ફી વધારા માટેની SOPમાં ફેરફાર કરતા વધું સ્પષ્ટતા સાથે ફી વધારા માટે દરખાસ્ત કરવા કહ્યુ છે.

અમદાવાદ: રાજ્યની એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ કોલેજોની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ટેકનિકલ કોલેજોમાં ફી વધારા માટેની SOPમાં ફેરફાર કરતા વધું સ્પષ્ટતા સાથે ફી વધારા માટે દરખાસ્ત કરવા કહ્યુ છે. એટલે કે જે કોલેજ ફી વધારો કરવા માંગતી હોય તેને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન નિયત કરાયેલ ધારા ધોરણ પ્રમાણેનું મહેકમ, કર્મચારીઓને આપવામાં આવતું પગારનું ધારા ધોરણ ઉપરાંત કર્મચારીઓને લગતા કાયદાનું પાલન થતું હોય તેવી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. 

સાથે જ વધુ સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે કે જે કર્મચારીઓ જે તે પદની લાયકાત માટે યોગ્યતા ધરાવતા હોય તેને પણ જાણી લેવામાં આવશે. આ ઉપરાંત મોટી અને મહત્વની બાબતે છે કે ગયા બ્લોકમાં એટલે કે ત્રણ વર્ષ દરમિયાન ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોનાની પરિસ્થિતિને જોતા ફી વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સંચાલકોની માંગના આધારે તમામ ખાનગી કોલેજોને બાય ડિફોલ્ટ 5% નો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ખાનગી સંસ્થાઓ પાંચ ટકાથી વધારે ફી વધારો કરવામાં આવતી હોય તેમને દરખાસ્ત કરવાની રહેશે. જ્યારે માત્ર પાંચ ટકા કે તેનાથી ઓછી ફી વધારો કરવા માંગતી કોલેજોએ એફિડેવિટ કરવાની રહેશે. ફી નિર્ધારણ સમિતિ હસ્તગત રાજ્યભરમાંથી 639 જેટલી કોલેજો છે, કે જેના અંદર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સહિત વિવિધ અભ્યાસક્રમોની ફી frc - ટેકનિકલ નક્કી કરતું હોય છે.

ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ હવે થશે મોંઘો

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ રહેવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાપીઠમાં ભણવું હવે વિદ્યાર્થીઓ માટે મોંઘુ બનશે. ગુજરાત વિદ્યાપીઠમાં નવા કુલ સચિવ સહિત નવા ટ્રસ્ટી મંડળ અને બોર્ડ ઓફ ગવર્નરના સભ્યો આવ્યા બાદ દિવસના દિવસે મહત્વના સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે હવે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિઘ પ્રોસેસ ફીમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ અલગ અભ્યાસક્રમની સાથે અન્ય પ્રોસેસ ફીમાં 6 થી 10 % સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અહીં અભ્યાસ કરવો એ મોઘો બનશે. વિદ્યાપીઠ સત્તા મંડળ દ્વારા યુ જી પી જી ડિપ્લોમા અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની પ્રોસેસ ફીમાં 10% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠના સત્તાધીશો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યુ.જી.સી દ્વારા જે ગ્રાન્ટ મળે છે તેમાંથી કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં વપરાઈ જતો હોય છે. જેથી હવે વિદ્યાપીઠના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરવા માટે લાંબા સમય બાદ એજ્યુકેશન ફી, ઇન્ટર્નલ પરીક્ષા ફી, સ્ટુડન્ટ વેલ્ફેર ફી, પ્રોફેશન કમ્પીટન્સી ફી, કરિક્યુલર એક્ટિવિટી ફી, પ્રેકટિકલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી દિવસમાં બે વાર લેવામાં આવશે

મહત્વની બાબત એ છે કે વિદ્યાપીઠમાં હવે એમ.એસ યુનિવર્સિટી તર્જ પર અમદાવાદ કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. જેમાં રાંધેજા અને સાદરા કેમ્પસના કોર્સ અમદાવાદ કેમ્પસમાં લવાશે. એટલે કે અમદાવાદ કેમ્પસમાં આર્ટસ કોમર્સ અને અન્ય ફેકલ્ટીના યુ. જી, જીપીજી, પીજી ડીપ્લોમા, PHDના તમામ કોર્સિસ એક જ ફેકલ્ટીમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે સાદરા કેમ્પસમાં માત્ર ફીઝીક્લ એજ્યુંકેશન કૉર્સ ચાલશે. જેથી અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. અત્યાર સુધી 950 વિદ્યાર્થિઓ અભ્યાસ કરતાં, તેની જગ્યાએ હવે 3 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરશે. આ ઉપરાંત યુ.જી.સી એ ભરતીના નિયમોમાં ફેરફાર કરતા રજીસ્ટ્રાર, ફાઇનાન્સ ઑફિસર, ઇન્ટરનલ ઓડિટર ની પોસ્ટની ભરતી પ્રક્રિયા રદ કરી છે. વિદ્યાપીઠની બી. ઓ જી ની બેઠકમાં વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી દિવસમાં બે વાર લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget