UGC NET Result 2025: UGC NET ડિસેમ્બર રિઝલ્ટ અહી કરો ચેક, આ સ્ટેપ્સથી ડાઉનલોડ કરો સ્કોરકાર્ડ
UGC NET Result 2025: નોંધનીય છે કે UGC NET પરીક્ષા હેઠળ ઉમેદવારોને ત્રણ કેટેગરી હેઠળ ક્વોલિફાય કરવામાં આવ્યા છે

UGC NET Result 2025: UGC NET ડિસેમ્બર 2024 સત્રની પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 3 થી 27 જાન્યુઆરી 2025 દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા પછી NTA દ્વારા UGC NET પરિણામ જાહેર કરવામાં આવ્યું છે (UGC NET December Result declared). પરિણામો NTA ની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યા છે જ્યાંથી તમે તેને ચેક કરી શકો છો.
આ કેટેગરી હેઠળ ક્વોલિફાય થયા ઉમેદવારો
નોંધનીય છે કે UGC NET પરીક્ષા હેઠળ ઉમેદવારોને ત્રણ કેટેગરી હેઠળ ક્વોલિફાય કરવામાં આવ્યા છે. ડિસેમ્બર સત્રમાં 5158 ઉમેદવારોએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે, 48161 ઉમેદવારોએ આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી પ્રવેશ માટે અને 114445 ઉમેદવારોએ ફક્ત પીએચડી પ્રવેશ માટે લાયકાત મેળવી છે. UGC NET માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા 849166 હતી જેમાંથી 649490 ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.
રિઝલ્ટ ચેક કરવાના સરળ સ્ટેપ્સ
UGC NET ડિસેમ્બર 2024નું પરિણામ જોવા માટે પહેલા NTA ની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in ની મુલાકાત લેવી પડશે. વેબસાઇટના હોમ પેજ પર તમારે LATEST NEWS માં રિઝલ્ટ/સ્કોરકાર્ડ સંબંધિત લિંક પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે અરજી નંબર, જન્મ તારીખ અને આપેલ કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ કરવાનો રહેશે. આ પછી પરિણામ સ્ક્રીન પર ખુલશે જ્યાંથી તમે તેને ચકાસી શકો છો અને તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
ફાઇનલ આન્સર કી કરાઇ જાહેર
UGC NET પરિણામની સાથે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા ફાઇનલ આન્સર કી પણ બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો ફાઇનલ આન્સર કી દ્વારા પ્રશ્નોના જવાબો મેચ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે ફાઇનલ આન્સર કી અંતિમ અને સર્વમાન્ય હશે અને તેના પર કોઈ વાંધો નોંધાવી શકાશે નહીં.
આ તારીખોએ પરીક્ષાઓ લેવામાં આવી હતી
NTA દ્વારા UGC NET પરીક્ષા 3, 6, 7, 8, 9, 10, 16, 21 અને 27 જાન્યુઆરી 2025 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા દેશના 226 શહેરોમાં 558 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી.
JEE Main 2025 paper 2 results: JEE Main 2025 paper 2 પરિણામ જાહેર, ચેક કરવા ફોલો કરો આ સ્ટેપ્સ
Education Loan Information:
Calculate Education Loan EMI





















