શોધખોળ કરો

USAની યુનિવર્સિટી ઓફ ડેલવેર અને ડેલવેર સ્ટેટ યુનિવર્સિટી ગુજરાતમાં ગિફટ સિટીમાં સ્થાપી શકે છે કેમ્પસ, જાણો વિગત

ગુજરાત અને ડેલવેર વચ્ચે 2019માં સિસ્ટર-સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.

Gandhinagar News: ગુજરાત અને યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના ડેલવેર સ્ટેટ વચ્ચેના સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ અન્વયે ઉચ્ચ શિક્ષણ, વેપાર અને રોકાણ ભાગીદારી તેમજ બાયોટેક અને ફાર્માસ્યુટિકલ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી સહયોગના વિસ્તરણને પ્રોત્સાહન અપાશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડેલવેર સ્ટેટના ગવર્નર શ્રીયુત જ્હોન કાર્ને અને પ્રતિનિધિમંડળની ગાંધીનગરમાં યોજાયેલી સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં આ અંગે ફળદાયી ચર્ચા, પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા.  ગુજરાત અને ડેલવેર વચ્ચે 2019માં સિસ્ટર-સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે અને તેને વ્યાપક સ્તરે આગળ ધપાવવા આ મુલાકાત બેઠક ઉપયુકત બનશે.

યુનિવર્સિટી ઓફ ડેલવેર અને ડેલવેર સ્ટેટ યુનિવર્સિટી ગુજરાતમાં ગિફટ સિટીમાં કેમ્પસ સ્થાપવા વિચારી શકે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP 2020 એ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં તેમની આંતરરાષ્ટ્રીય શાખા-કેમ્પસ સ્થાપવાની તકો ખોલી આપી છે. આ સંદર્ભમાં યુનિવર્સિટી ઓફ ડેલવેર અને ડેલવેર સ્ટેટ યુનિવર્સિટી ગુજરાતમાં ગિફટ સિટીમાં કેમ્પસ સ્થાપવા વિચારી શકે છે.  એટલું જ નહિ, ડેલવેર બાયોટેક્નોલોજી ઇન્સ્ટીટયૂટ અને ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન પણ શૈક્ષણિક સંશોધન અને વિકાસ માટે સહયોગ કરી શકે તેમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત આઇ-ક્રિયેટ, લાઇફ સાયન્સીસ સ્ટડીઝ વગેરેમાં પણ ડેલવેર સ્ટેટની ઉચ્ચસ્તરીય શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી થઇ શકે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.  તેમણે ગિફટ સિટી ખાતે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, મશીન લર્નીંગ, બ્લોક ચેઇન, સાયબર સિક્યુરિટી, હેલ્થ ટેક, એજ્યુ ટેક અને ડેટા સેન્ટર જેવી ડિઝીટલ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પણ ડેલવેરની ફિનટેક કંપનીઝ અને ટેક સ્ટાર્ટઅપ્સને જોડાવા આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રી સાથેની મુલાકાત બેઠક પહેલાં ડેલવેરના ગવર્નરશ્રી અને પ્રતિનિધિમંડળે ઉચ્ચ શિક્ષણ મંત્રી રૂષિકેશભાઇ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત લઇને રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ તેમજ ઉદ્યોગ ક્ષેત્રના બહુવિધ વિકાસની વિગતો પણ જાણી હતી અને ડેલવેરાની યુનિવર્સિટીઝ સાથે ગુજરાત રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સહભાગીતાની ચર્ચા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીએ ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ રિજીયન અને સ્માર્ટ સિટી ધોલેરા SIR માં અમેરિકન કંપનીઓને રોકાણ માટે ઇંજન આપ્યુ હતું.તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, ઓટોમોટિવ અને એન્સીલયરીઝ ઉત્પાદન સેક્ટરમાં ધોલેરા SIR માં અમેરિકન કંપનીઓ રોકાણ કરીને તેમના ઉત્પાદનો મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા વર્લ્ડ માર્કેટમાં સપ્લાય કરી કાર્ય વિસ્તાર વધારી શકે તેમ છે.

ડેલવેર સ્ટેટના ગવર્નરએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, યુ.એસ.એ માં 45 લાખ ભારતીય ડાયસ્પોરામાંથી 15.20 લાખ જેટલા ગુજરાતીઓ વસે છે અને યુ.એસ.એ 2015 અને 2017 ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રી પણ હતું.

શ્રીયુત જ્હોન કાર્નેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા.  ભારત અને ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી અને સક્ષમ નેતૃત્વમાં વિકાસની નવી ગતિ પ્રાપ્ત કરી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.  ડેલવેરાના ગવર્નરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડેલવેરા સ્ટેટની મુલાકાતે આવવાનું પણ ભાવભર્યુ આમંત્રણ આપ્યુ હતું.  

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારીHun To Bolish : હું તો બોલીશ : શિક્ષકના વેશમાં શેતાનHun To Bolish : હું તો બોલીશ : કેમ ભૂલ્યા ભાન?Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
SIM Card: બદલાઇ ગયો સિમ કાર્ડ ખરીદવાનો નિયમ, PMOએ જાહેર કર્યા નિર્દેશ
SIM Card: બદલાઇ ગયો સિમ કાર્ડ ખરીદવાનો નિયમ, PMOએ જાહેર કર્યા નિર્દેશ
હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરે કંપની બંધ કરવાનો લીધો નિર્ણય, ભાવુક પોસ્ટ કરી આપી જાણકારી
હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરે કંપની બંધ કરવાનો લીધો નિર્ણય, ભાવુક પોસ્ટ કરી આપી જાણકારી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Embed widget