Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં કમળાનો કહેર...બાલાસિનોર પાલિકાનું પાણી પીવાલાયક ન હોવાથી તેનો ઉપયોગ શાળા સહિતના સ્થળે ન કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો....ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતા ડિસેમ્બર મહિનામાં જ બાલાસિનોર શહેરમાં નોંધાયા કમળાના 243 કેસ...જ્યારે છેલ્લા એક મહિનામાં બે વ્યક્તિના કમળાના કારણે શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યા....ત્યારે નાના બાળકોની કાળજી રાખવા 26 આંગણવાડી કેન્દ્રોને કલેક્ટરે તાત્કાલિક બંધ કરાવી... નગરપાલિકાના પાણીની લાઇન લીકેઝ થતા ગટરના પાણી મિશ્ર થવાના કારણે કમળો ફાટી નીકળ્યો....બાળકો કોઈ ગંભીર બીમારીના ભોગ ન બને અને લીક થયેલા પાણીનો ઉપયોગ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા પણ સુચના અપાઈ...મામલતદાર કચેરીમાં કામ અર્થે આવતા અરજદારો તેમજ સ્ટાફના કર્મચારીઓ જે પાણી પીવે છે તે પીવાલાયક છે કે કેમ તે જાણવા માટે પાલિકાએ સેમ્પલ લીધા છે....કમળાના કેસ વધતા નગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક અસરથી ખાણીપીણીના સ્ટોલ બંધ કરી દીધા છે.. અલગ અલગ હોટલોમાંથી સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.. સેમ્પલો ફેલ થશે તો હોટલોને પણ બંધ કરવાનો નગરપાલિકાના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે.. તો બાલાસિનોરમાં પીવાના પાણી માટે લુણાવાડા, સંતરામપુર, દેવગઢ બારીયા સહિત અન્ય પાલિકા અને આસપાસની ગ્રામપંચાયતોમાંથી પાણીના ટેન્કર મગાવવામાં આવ્યા છે.. સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.. આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો પણ સતત કાર્યરત છે.. છેલ્લા 20 દિવસથી આરોગ્ય વિભાગની 52 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે.. નાગરિકોને જાગૃત કરવા માટે માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે.. જેમાં નાગરિકોને પાણી ઉકાળીને જ પીવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.. કમળાના કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા માટેની અપીલ કરવામાં આવી છે.. પાણીની પાઈપલાઈન અંગે પણ ગુજરાત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મિશનની ટીમ પણ સર્વેની કામગીરી કરી છે....
પાટણ માછલા નળમાંથી નીકળ્યા
4 નવેમ્બરે પાટણ શહેરને પીવાનુંપાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરની દુર્દર્શાનો વીડિયો વાયરલ થયો હતો....વીડિયોમાં મૃત માછલી અને અન્ય પ્રાણીઓ સરોવરમાં જોવા મળી રહ્યા હતા...એટલું જ નહીં.. સ્થાનિકોએ તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પાણીના નળમાંથી પણ મૃત માછલીઓના કટકા નીકળી રહ્યા હતા....વેરા વસુલ્યા છતા પીવાનું શુદ્ધ પાણી ન આપતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું...
------------------





















