શોધખોળ કરો

Upcoming Government Jobs 2022: નવા વર્ષમાં આવશે બંપર સરકારી નોકરીઓ, જુઓ સંપૂર્ણ યાદી

વર્ષ 2022 ભરતી પરીક્ષાઓનું વર્ષ બનવા જઈ રહ્યું છે. આવતા વર્ષે UPSC, SSC, RRB સહિત ઘણા મોટા ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાઓ (Upcoming Government Exams 2022) આયોજન કરવામાં આવશે.

Upcoming Government Jobs 2022, Upcoming Government Exams 2022, Sarkari Naukri 2022: વર્ષ 2022 ભરતી પરીક્ષાઓનું વર્ષ બનવા જઈ રહ્યું છે. આવતા વર્ષે UPSC, SSC, RRB સહિત ઘણા મોટા ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાઓ (Upcoming Government Exams 2022) આયોજન કરવામાં આવશે.  આ ઉપરાંત વર્ષોથી પેન્ડિંગ રહેલી  ભરતી પરીક્ષાઓ પણ 2022માં યોજવામાં આવશે.  યુપીમાં શિક્ષકની ભરતી માટેની UPTET પરીક્ષા જાન્યુઆરીમાં લેવાશે.  જ્યારે આશરે અઢી વર્ષની લાંબી રાહ જોયા પછી RRB Group D Exam 2021  ગ્રુપ ડી પરીક્ષા 2021 લેવા જઈ રહી છે. આ સિવાય RRB NTPC CBT 2 ની તારીખો પણ બહાર પાડવામાં આવી છે.

ચાલો આપણે 2022 (Upcoming Government Exams 2022)ની આવનારી મોટી ભરતી પરીક્ષાઓ પર એક નજર કરીએ. જેમાંથી કેટલાકની તારીખો જાહેર કરવામાં આવી છે, જ્યારે કેટલાકની સૂચના આવવાની બાકી છે.

UPSC CSE 2022 & UPSC IFS 2022

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, UPSC દ્વારા વર્ષ 2022 માટે જાહેર  ભરતી પરીક્ષા કેલેન્ડર(UPSC Exam Calendar 2022) અનુસાર  સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ (UPSC Civil Services Pelims 2022) અને ભારતીય વન સેવા પ્રિલિમ્સ (UPSC IFS પ્રિલિમ્સ 2022) માટે કમિશન, 2 ફેબ્રુઆરી 2022 ના રોજ જાહેરનામું બહાર પાડશે.  આ સાથે પરીક્ષાઓનું રજીસ્ટ્રેશન પણ શરૂ થશે. બંને પરીક્ષાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2022 રહેશે. જે પછી સિવિલ સર્વિસિસ (UPSC CSE 2022) અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (UPSC IFS 2022) ની પ્રિલિમ પરીક્ષાઓ 5 જૂને લેવામાં આવશે. સિવિલ સર્વિસીસ મેઈન એક્ઝામિનેશન (UPSC Civil Servic Mains 2022)  16 સપ્ટેમ્બર 2022ના રોજ લેવામાં આવશે. તે જ સમયે, ભારતીય વન સેવા માટેની મુખ્ય પરીક્ષા (UPSC IFS Mains 2022) 20 નવેમ્બર 2022 ના રોજ લેવામાં આવશે.

UPSC NDA 1 & UPSC CDS 1

UPSC નેશનલ ડિફેન્સ એકેડમી (UPSC NDA 2022) અને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસિસ (UPSC CDS 2022) ની પ્રથમ પરીક્ષાઓ માટેની અરજી પ્રક્રિયા 22 ડિસેમ્બર 2021 થી શરૂ થઈ ગઈ છે. જેના માટે ઉમેદવારો 11 જાન્યુઆરી 2022 સુધી અરજી કરી શકશે. પરીક્ષાઓ 10 એપ્રિલ 2022 ના રોજ લેવામાં આવશે. તે જ સમયે, UPSC NDA 2022 અને UPSC CDS 2022 ની બીજી પરીક્ષા માટે અરજી પ્રક્રિયા 18 મે થી 14 જૂન સુધી હાથ ધરવામાં આવશે. પરીક્ષા 4 સપ્ટેમ્બર 2022ના રોજ લેવામાં આવશે.

RRB Group D Exam 2022

અઢી વર્ષની લાંબી રાહ જોયા બાદ  રેલવે ભરતી બોર્ડ  RRBએ આખરે ગ્રુપ D ભરતી પરીક્ષા (RRB Group D Exam 2022)  માટેની તારીખોની જાહેરાત કરી છે. જે મુજબ RRB ગ્રુપ ડી પરીક્ષા 2022ની પરીક્ષા 23 ફેબ્રુઆરી 2022થી શરૂ થશે. પરીક્ષા કેટલાક તબક્કામાં લેવામાં આવશે. પરીક્ષા શરૂ થવાના 10 દિવસ પહેલા પરીક્ષા કેન્દ્ર અને તારીખની માહિતી RRBની અધિકૃત અને પ્રાદેશિક વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે જ સમયે, ઉમેદવારોના એડમિટ કાર્ડ પણ પરીક્ષા (RRB Group D Exam 2022)  ના 4 દિવસ પહેલા જારી કરવામાં આવશે. અગાઉ, આરઆરબી ઉમેદવારો માટે 15 થી 26 ડિસેમ્બર 2021 દરમિયાન અરજી ફોર્મમાં સુધારા માટેની સુધારણા લિંક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

RRB NTPC CBT 2 Exam 2022

ગ્રુપ D ભરતી પરીક્ષાની સાથે આરઆરબીએ નોન ટેક્નિકલ પોપુલર કેટેગરી પજો પર ભરતી માટે આયોજિત RRB NTPC CBT 2 પરીક્ષા (RRB NTPC CBT 2 EXam 2022) માટેની તારીખો પણ જાહેર કરી છે. જે મુજબ RRB NTPC CBT 2 પરીક્ષા (RRB NTPC CBT 2 Exam 2022) 14 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી 2022 દરમિયાન લેવામાં આવશે. જેના માધ્યમથી કુલ  35,208 એનટીપીસી જગ્યાઓ ભરવામાં આવશે. અગાઉ NTPC ફેઝ I પરીક્ષા એટલે કે RRB NTPC CBT 1 પરીક્ષા 2021નું આયોજન  7 તબક્કામાં  કરવામાં આવ્યું હતું.  જે 28 ડિસેમ્બર, 2020 થી 31 જુલાઈ, 2021 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. RRB NTPC CBT 1 પરીક્ષા 2021નું પરિણામ પણ સંભવતઃ 15 જાન્યુઆરી 2022 સુધીમાં જાહેર થઈ શકે છે. જે RRBની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

SSC Exam Calendar 2022

સ્ટાફ સિલેક્શન કમિશન, SSC એ વર્ષ 2022 માટે આગામી ભરતી પરીક્ષાઓનું ટેંટેટિવ શેડ્યૂલ બહાર પાડ્યું છે. કમિશને CGL, CHSL, MTS, સ્ટેનોગ્રાફર, GD કોન્સ્ટેબલ (SSC GD Constable Exam 2022) સહિતની ઘણી ભરતી પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.

SSC CGL 2022 & SSC CHSL 2022

SSC દ્વારા બહાર પાડવામાં આવેલા પરીક્ષા કેલેન્ડર (SSC Exam Calendar 2022) મુજબ સંયુક્ત સ્નાતક લેવલ SSC CGL 2022 અને સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક લેવલ  tier-1, SSC CHSL 2022   માટેની પરીક્ષાઓ એપ્રિલ અને મે 2022માં લેવામાં આવશે. જો કે, હવે આયોગે પરીક્ષાઓની કામચલાઉ તારીખો જાહેર કરી છે. SSC CGL 2022 માટેની અરજી પ્રક્રિયા 23મી ડિસેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે. SSC CHSL 2022 માટે તે જ 1 ફેબ્રુઆરી 2022 થી શરૂ થશે.

જ્યારે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (SSC MTS 2022) ની જગ્યાઓ પર ભરતી માટેની પરીક્ષા જૂન 2022 માં લેવામાં આવશે. આ સિવાય GD કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા (SSC GD Constable Exam 2022)   જૂનમાં લેવામાં આવશે.

UPTET 2021 Exam Date

ઉત્તર પ્રદેશ બેસિક  શિક્ષા બોર્ડ  UPBEB દ્વારા  ઉત્તર પ્રદેશ શિક્ષક (UPTET 2021) નું આયોજન 23 જાન્યુઆરી 2022 ના રોજ કરવામાં આવશે. નોંધનીય છે કે યુપીટીઇટી 2021 નવેમ્બર મહિનામાં કરવાનું  હતું. પરંતુ પેપર લીક થયા બાદ તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરીક્ષા માટે ફ્રેશ એડમિટ કાર્ડ 12 જાન્યુઆરી 2022ના રોજ જારી કરવામાં આવશે. જ્યારે પ્રોવિઝનલ આન્સર કી 27 જાન્યુઆરી 2022ના રોજ બહાર પાડવામાં આવશે.

MPPSC Prelims 2022

મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન, MPPSC એ રાજ્ય સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા (MPPSC Prelims 2022) નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. જે મુજબ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા 10 જાન્યુઆરી 2022થી શરૂ થશે અને ઉમેદવારો 9 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકશે. ઉમેદવારોના એડમિટ કાર્ડ 15મી એપ્રિલે જારી કરવામાં આવશે અને પરીક્ષા 24મી એપ્રિલ 2022ના રોજ લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget