USA Visa : શું નોકરી માટે અમેરિકા જવા માંગો છો? ગણતરીના સમયમાં જ વીઝા મેળવવા કરો આટલું
અમેરિકામાં નોકરી મેળવવાનું સૌથી મહત્વનું અને મુશ્કેલ કામ છે. આ માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે.
USA Work Visa for Indian Citizens: ઘણી વખત ભારતીયોને વિદેશમાં કામ કરવાની તક મળે છે. અન્ય દેશોની સરખામણીમાં ઉમેદવારોને નોકરી માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા જવામાં ખાસ રસ હોય છે. કોઈપણ દેશમાં નોકરી કરવા માટે વિઝા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં પણ અમેરિકાના વિઝા મેળવવું સરળ નથી. જો કે, કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આ પ્રક્રિયા ટૂંકી અને સરળ બની શકે છે.
જોબ ઓફર જરૂરી
અમેરિકામાં નોકરી મેળવવાનું સૌથી મહત્વનું અને મુશ્કેલ કામ છે. આ માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે તમારા વ્યવસાયના લોકો સાથે નેટવર્કિંગ, વેબસાઇટ્સ પર જોબ શોધવી, જોબ ફેરમાં જવું વગેરે. જો તમે ઈચ્છો તો તમે ત્યાં નોકરી મેળવવા માટે રિક્રુટમેન્ટ કંપનીઓની મદદ પણ લઈ શકો છો. નોકરી મળ્યા પછી શક્ય તેટલી વહેલી તકે નોકરીની ઓફર મેળવવાનો પ્રયાસ કરો.
વર્ક વિઝાની કેટેગરી
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ તરફથી વર્ક વિઝા વિશે જાણો. તમારી નોકરીની જરૂરિયાત મુજબ યોગ્ય વર્ક વિઝા પસંદ કરો. જેમ કે વિશેષતા ધરાવતા વ્યવસાયોને H-1B આપવામાં આવે છે. તેવી જ રીતે અન્ય કંપનીમાંથી ટ્રાન્સફર થયા બાદ આવનારને એલ-1 વિઝા આપવામાં આવે છે. તેવી જ રીતે અન્ય શ્રેણીઓ છે.
પેપર વર્કની ખાતરી કરી લો
આગળના સ્ટેપમાં વિઝા અરજી માટે પેપર વર્કની પુષ્ટિ કરો. જે મુખ્ય દસ્તાવેજોની જરૂર પડશે તેમાં ભરેલા અરજી ફોર્મના નામ, બાયોડેટાની નકલ, તાલીમ અને રોજગાર ઇતિહાસના દસ્તાવેજીકરણ અને તમારી જોબ ઓફરની નકલ છે.
આ બાબતની પણ પડશે જરૂર
ઉપર દર્શાવેલ દસ્તાવેજો ઉપરાંત, તમારે આઈડી પ્રૂફ, પાસપોર્ટની નકલ, નાણાકીય સ્થિરતાનો પુરાવો, બેંક સ્ટેટમેન્ટ વગેરે પણ તૈયાર રાખવા જોઈએ. અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે, અન્યથા અરજી કોઈપણ તબક્કે અટકી શકે છે.
એકવાર પેપરવર્કની પુષ્ટિ થઈ જાય, પછી એમ્બેસીની રૂબરૂ અથવા ઓનલાઈન મુલાકાત લઈને ઈમેલ દ્વારા અરજી સબમિટ કરી શકાય છે. તમે જે દેશમાં છો તેના આધારે તમે નક્કી કરી શકો છો.
Types Of Visa: જાણો કયા ડોક્યુમેન્ટ પર કેટલા દિવસ માટે જઈ શકાશે વિદેશ?
સામાન્ય રીતે વિદેશ જવામાં રસ તો હોઈ છે પરંતુ તેની માટે વિઝા સંબંધિત માહિતી એટલી હોતી નથી. જ્યારે કોઈ તમને પૂછે કે ભારતમાં કેટલા પ્રકારના વિઝા ઉપલબ્ધ છે, તો તમે વધુમાં વધુ ત્રણ કે ચાર વિશે કહી શકશો. ટૂરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અથવા બિઝનેસ વિઝા સિવાયના અન્ય કોઈ વિઝા વિશે તમને કદાચ જાણ ન હોય. અગાઉ પણ Abp Asmitaના લેખમાં વિઝાના 8 પ્રકાર વિશે માહિતી આપી હતી, આજે બાકી રહેલ પ્રકાર ક્યાં ક્યાં છે તેના વિશે અમે જણાવીશું.
Education Loan Information:
Calculate Education Loan EMI