Tips: UPSC પરીક્ષાની કરી રહ્યાં છો તૈયારી ? તો અજમાવો આ રીતે, મળશે સફળતા.......
યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવા માટે પહેલા ઉમેદવારોએ પોતાના લક્ષ્યને નક્કી કરવુ જોઇએ. ત્યારબાદ દરરોજના ટાઇમ ટેબલ પ્રમાણે, તેને સેટ કરો અને તેનુ પાલન કરતા રહેવુ જોઇએ.
UPSC Preparation Tips: સરકારી નોકરી હાંસલ કરવા માટે ઉમેદવારોને ખુબ મહેનત કરવી પડે છે. જો આપણે વાત કરીએ આઇએએસ ઓફિસર બનવાની તો ઉમેદવારોને યુપીએસીની પરીક્ષા આપવી પડે છે, જેનુ આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવે છે, અને હંમેશા એવુ જ જોવામાં આવે છે કે ઉમેદવારો પહેલા પ્રયાસમાં પાસ નથી કરી શકતા.
યુપીએસસીની પરીક્ષાનુ આયોજન ત્રણ તબક્કામાં હોય છે, પહેલા યુપીએસસી પ્રીલીમ્સ પરીક્ષા, બીજો યુપીએસસી મેન્સ પરીક્ષા અને ત્રીજો તબક્કો ઇન્ટરવ્યૂ. આ ત્રણેય તબક્કામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે ઉમેદવાર પોતાના અનુસાર એક ખાસ રણનીતિ બનાવે છે. આ લેખમાં અમે વાત કરીશું આવી જ કંઇક રીતોની જેની મદદથી ઉમેદવાર પરીક્ષા માટે પોતાની રણનીતિ તૈયાર કરી શકે.
યુપીએસસી પરીક્ષા માટે ખાસ તૈયારીઓ -
યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવા માટે પહેલા ઉમેદવારોએ પોતાના લક્ષ્યને નક્કી કરવુ જોઇએ. ત્યારબાદ દરરોજના ટાઇમ ટેબલ પ્રમાણે, તેને સેટ કરો અને તેનુ પાલન કરતા રહેવુ જોઇએ. આ પરીક્ષાની તૈયારીઓ કરવા દરમિયાન અલગ અલગ પ્રકાશકોના પુસ્તકોને વાંચવા જોઇએ. આનાથી કન્ફ્યૂઝન થવાના ચાન્સ ઓછા રહે છે. ઉમેદવાર ઇચ્છે તો પોતાની તૈયારીઓ એનસીઇઆરટીના પુસ્તકોથી શરૂ કરી શકે છે.
યુપીએસસી પરીક્ષાના સિલેબસનુ રિવીઝન ઉમેદવારોએ કરતાં રહેવુ જોઇએ. કરન્ટ અફેર્સ અને જનરલ નૉલેજની સાથે પરીક્ષાની તૈયારીઓ કરનારા ઉમેદવારોને રાઇટિંગની પ્રેક્ટિસ કરવી જોઇએ. પરીક્ષાની પેટર્નને જાણવા અને સમજવા માટે ઉમેદવારોને મૉક ટેસ્ટ આપતા રહેવુ જોઇએ.
આ પણ વાંચો..........
CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા
PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ
MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે
Education Loan Information:
Calculate Education Loan EMI