શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોગ્રેસનો આરોપ- EVM ભાજપ માટે ‘ઇલેક્ટ્રોનિક વિક્ટ્રી મશીન’ બની ગયુ
કોગ્રેસે આરોપ લગાવ્યો છે કે હવે ઇવીએમ ભાજપ માટે ઇલેક્ટ્રોનિક્સ વિક્ટ્રી મશીન બની ગયું છે.
નવી દિલ્હીઃ કોગ્રેસે મતગણતરી અગાઉ કેટલાક મતદાન કેન્દ્રો પર વીવીપેટ સ્લીપની ગણતરી કરવાની વિપક્ષ પાર્ટીઓની માંગને ચૂંટણી પંચ દ્ધારા ફગાવ્યા બાદ સવાલ ઉઠાવ્યા છે. કોગ્રેસે આરોપ લગાવ્યો છે કે હવે ઇવીએમ ભાજપ માટે ઇલેક્ટ્રોનિક્સ વિક્ટ્રી મશીન બની ગયું છે.
પાર્ટીના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, મીડિયા મારફતે જાણવા મળ્યું છે કે ચૂંટણી પંચે અમારી બે માંગને ફગાવી દીધી છે. પ્રથમ માંગ હતી કે સ્લીપની મેળવણી મતગણતરી અગાઉ થવી જોઇએ. આ માંગને ફગાવવા પાછળનું કારણ શું હોઇ શકે છે? તેનો આધાર શું છે?
સિંઘવીએ કહ્યું કે, અમે એમ પણ કહ્યુ હતું કે, સ્લીપને મેળવવામાં કોઇ ખામી આવે છે તો આખા વિધાનસભા બેઠકમાં 100 ટકા સ્લીપની મેળવણી કરવામાં આવે. આ માંગને પણ માનવામાં આવી નથી. સિંઘવીએ આરોપ લગાવ્યો હતો કે હવે ચૂંટણી આચાર સંહિતા ચૂંટણી પ્રચાર સંહિતા બની ગઇ છે. એવું લાગે છે કે ઇવીએમ ભાજપ ઇલેક્ટ્રોનિક વિક્ટ્રી મશીન બની ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
એસ્ટ્રો
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion