શોધખોળ કરો
Advertisement
તમે 'ચાવાળા' તો અમે 'દૂધવાળા', જાહેરસભામાં ગઠબંધનના નેતાએ મોદી પર કર્યા કટાક્ષ
અખિલેશ યાદવે કહ્યું કે, ત્રણ દળોના ગઠબંધનને બીજેપી નેતા મહામિલાવટ ગણાવી રહ્યાં છે, પણ જેમને 38થી વધુ દળો સાથે ગઠબંધન કર્યુ છે, તે કેટલા મિલાવટી હશે. મોદીએ કહ્યું કે, ચપ્પલ પહેરવા વાળાને વિમાનમાં બેસાડીશું, પણ આજે સૌથી મોટી વિમાન કંપની બંધ થવા જઇ રહી છે
લખનઉઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે કન્નૌજ અને ફર્રુખાબાદમાં ચૂંટણી સભાઓ કરી, તેમને ફર્રુખાબાદમાં પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, વડાપ્રધાન પોતાને 'ચાવાળો' ગણાવે છે. તે 'ચાવાળા' છે, તો અમે પણ 'દૂધવાળા' છીએ. દૂધ વિના ચા સારી નહીં બને. અહીંના લોકો કાળી ચા નથી પીતા.
અખિલેશ યાદવે કહ્યું કે, ત્રણ દળોના ગઠબંધનને બીજેપી નેતા મહામિલાવટ ગણાવી રહ્યાં છે, પણ જેમને 38થી વધુ દળો સાથે ગઠબંધન કર્યુ છે, તે કેટલા મિલાવટી હશે. મોદીએ કહ્યું કે, ચપ્પલ પહેરવા વાળાને વિમાનમાં બેસાડીશું, પણ આજે સૌથી મોટી વિમાન કંપની બંધ થવા જઇ રહી છે.
નોંધનીય છે કે, પીએમ મોદી પોતાની જાહેર સભામાં યુપીના ગઠબંધનને મહામિલાવટ ગણાવી રહ્યાં છે. તે પોતાના ચા વાળો અને ચોકીદાર ગણાવીને વિપક્ષ પર હંમેશા નિશાન તાકી રહ્યાં છે, આને લઇને હવે વિપક્ષ બોખલાયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement