શોધખોળ કરો
Advertisement
BJPનો ચૂંટણી ઢંઢેરોઃ હવે દરેક ખેડૂતોને મળશે 6000, પેન્શનની પણ જાહેરાત
એકપણ ગોટાળો, કૌભાંડ, ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો, મોદી સરકારે સૌથી બેસ્ટ કામ કર્યુ છે. એક પારદર્શી સરકાર દેશને આપી છે. આજે ભારત દુનિયામાં મહાશક્તિ તરીકે ઉભરી રહ્યુ છે. હવે દરેક ખેડૂતને મળશે 6000 રૂપિયા, પેન્શન યોજના પણ લાગુ થશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની લડાઇ જીતવા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનુ વિઝન ડૉક્યૂમેન્ટ રજૂ કર્યુ છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રને 'સંકલ્પિત ભારત, સશસ્કત ભારત' ટાઇટલ આપ્યુ છે.
બીજેપીનું સંકલ્પ પત્ર પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જનતા સામે રજૂ કર્યુ, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અરુણ જેટલી પણ સાથે હતા. અમિત શાહે કહ્યું કે, અમે 6 કરોડ લોકો સાથે ચર્ચા કરીને આ સંકલ્પ પત્ર તૈયાર કર્યુ છે, અમે 75 મોટા સંકલ્પોની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છીએ.
સંકલ્પ પત્રની મોટી વાતો.... 2014 થી 2019ની યાત્રા ભારતની વિકાસ યાત્રા લખાશે. આ પાંચ વર્ષને સુવર્ણ અક્ષરોથી અંકિત કરવામાં આવશે. આ પાંચ વર્ષમાં મોદીના નેતૃત્વમાં એક પ્રેરણાદાયક સરકાર આપવાનું કામ બીજેપીએ કર્યુ. માત્ર પાંચ વર્ષમાં દેશને પાટા પર લાવવાનું કામ મોદી સરકારે કર્યુ, જ્યારે 2014માં જનાદેશ આપવામાં આવ્યો તો દેશની અર્થવ્યવસ્થા 11થી પણ નીચે હતી હાલ છઠ્ઠા નંબર પર છે. દુનિયાભરમાં ભારતનુ માનપાન વધ્યુ, ભારતને કોઇ દેશ હલ્કામાં નથી લેતો. 125 કરોડ લોકો ગૌરવાન્તિત મહેસૂસ કરી રહ્યાં છે. એકપણ ગોટાળો, કૌભાંડ, ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો, મોદી સરકારે સૌથી બેસ્ટ કામ કર્યુ છે. એક પારદર્શી સરકાર દેશને આપી છે. આજે ભારત દુનિયામાં મહાશક્તિ તરીકે ઉભરી રહ્યુ છે. હવે દરેક ખેડૂતને મળશે 6000 રૂપિયા, પેન્શન યોજના પણ લાગુ થશે. મોદી સરકારે પાંચ વર્ષમાં 50 મોટા પગલા ભર્યા જે ઇતિહાસનો ભાગ બન્યાં. દેશની સેનાને ફ્રી હેન્ડ મળ્યો. આતંકવાદ સામે સર્જિકલ સ્ટ્રાઇક મોટુ પગલુ. દેશની સુરક્ષા વ્યવસ્થાને આગળ રાખી. બીજેપીએ કહ્યુ કે, વર્ષ 2025 સુધી 5 લાખ કરોડ ડૉલર અને વર્ષ 2032 સુધી 10 લાખ ડૉલરની અર્થવ્યવસ્થા બનશે ભારત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી યોજના રાજનાથ સિંહ કહ્યું કે, બધા ખેડૂતોને વાર્ષિક 6 હજાર આપવામાં આવશે, પહેલા આ ગરીબ ખેડૂતોને મળતા હતા, જેની ઉંમર 60 વર્ષથી ઉંમરની થઇ ચૂકી છે તેમને પેન્શનની સુવિધા અપાશે. રાજનાથ સિંહે કહ્યું કે, દેશના નાના દુકાનદારોને, જેની ઉંમર 60 વર્ષથી ઉપરની થઇ ચૂકી છે તેમને પેન્શન આપવામાં આવશે.2014-19 तक जो यात्रा चली है, इसमें देश का चहुमुंखी विकास हुआ है। देश की आशा अब अपेक्षा में बदल चुकी हैं: श्री अमित शाह #BJPSankalpPatr2019 pic.twitter.com/P3yslR4HBR
— BJP (@BJP4India) April 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement