શોધખોળ કરો
Advertisement
બંગાળમાં ઘર્ષણ, આસાનસોલના બીજેપી ઉમેદવાર બાબુલ સુપ્રિયોની ગાડીમાં તોડફોડ, TMC પર આરોપ
આસનસોલના જેમુઆમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું. આ દરમિયાન કેટલાક લોકોએ બાબુલ સુપ્રીયોની કાર પર હુમલો કરી દીધો અને કારના કાચ તોડી નાંખ્યા હતા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે આજે દેશની 72 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. આમાં પશ્ચિમ બંગાળની 8 બેઠકો પણ સામેલ છે. અહીં ફરી એકવાર મતદાન દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. આસાનસોલમાં ટીએમસી અને બીજેપી સમર્થક આમને સામને આવી ગયા હતા. જોકે બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી દીધી હતી. અહીં પૉલિંગ બૂથની અંદર બીજેપી નેતા બાબુલ સુપ્રીયો પણ લોકો સાથે લડતા જોવા મળ્યા.
આસનસોલના જેમુઆમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું. આ દરમિયાન કેટલાક લોકોએ બાબુલ સુપ્રીયોની કાર પર હુમલો કરી દીધો અને કારના કાચ તોડી નાંખ્યા હતા. આસનસોલના બૂથ નંબર 199 પર ટીએમસી કાર્યકર્તાઓ અને સુરક્ષાદળો વચ્ચે પણ ઘર્ષણ થયુ હતું.
આસાનસોલ બેઠક પરથી બીજેપી ઉમેદવાર બાબુલ સુપ્રીમોનો મુકાબલો ટીએમસીના ઉમેદવાર મુનમુન સેન સામે થઇ રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે વિસ્વરૂપ મંડલને મેદાનમાં ઉતાર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion