શોધખોળ કરો
કમલનાથના નજીકના લોકો પરના દરોડામાં અત્યાર સુધી પકડાયુ 14.6 કરોડનુ રોકડ, 281 કરોડના કાળાનાણાંની પણ ભાળ મળી
કેન્દ્રીય ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (સીબીડીટી)એ કહ્યું કે, મધ્યપ્રદેશમાં દરોડથી કારોબાર, રાજનીતિ અને સાર્વજનિક સેવા સહિત વિભિન્ન વિસ્તારોમાં કેટલાય વ્યક્તિઓ દ્વારા 281 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ એકઠુ કરવાનું વ્યાપક રેકેડની પણ માહિતી મળી છે. સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતિ તૈયાર કરે છે

ઇન્દોરઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથે નજીકના લોકો પર આવકવેરા વિભાગની રેડ ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી 14.6 કરોડ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં ઇન્કમટેક્સે વિભાગે જણાવ્યું કે, આ રેડમાં લગભગ 281 કરોડ રૂપિયાનું બિનહિસાબી રોડકની પણ જાણકારી મળી છે. આવકવેરા વિભાગે મધ્યપ્રદેશ અને દિલ્હીની વચ્ચે થયેલી સંદિગ્ધ ચૂકવણી સાથે જોડાયેલી ડાયરી અને કૉમ્પ્યુટર ફાઇલો પોતાના કબજામાં લઇ લીધી છે. વળી, કેન્દ્રીય ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (સીબીડીટી)એ કહ્યું કે, મધ્યપ્રદેશમાં દરોડથી કારોબાર, રાજનીતિ અને સાર્વજનિક સેવા સહિત વિભિન્ન વિસ્તારોમાં કેટલાય વ્યક્તિઓ દ્વારા 281 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ એકઠુ કરવાનું વ્યાપક રેકેડની પણ માહિતી મળી છે. સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતિ તૈયાર કરે છે.
ચૂંટણી સિઝન દરમિયાન કથિત ટેક્સ ચોરી અને હવાલા લેણદેણના આરોપો પર કરવામાં આવેલા દરોડા સોમવારે પણ ભોપાલ, ઇન્દોર, ગોવા અને દિલ્હીમાં અનેક જગ્યાએ પર ચાલુ રહ્યાં હતા. વિભાગના 300 કર્મચારીઓએ કમલનાથના નજીકના લોકો અને અન્યના 52 ઠેકાણાં પર રવિવારે સવારે 3 વાગે રેડ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
ચૂંટણી સિઝન દરમિયાન કથિત ટેક્સ ચોરી અને હવાલા લેણદેણના આરોપો પર કરવામાં આવેલા દરોડા સોમવારે પણ ભોપાલ, ઇન્દોર, ગોવા અને દિલ્હીમાં અનેક જગ્યાએ પર ચાલુ રહ્યાં હતા. વિભાગના 300 કર્મચારીઓએ કમલનાથના નજીકના લોકો અને અન્યના 52 ઠેકાણાં પર રવિવારે સવારે 3 વાગે રેડ કરવાનું શરૂ કરી દીધુ હતુ. વધુ વાંચો





















