શોધખોળ કરો
ભાજપના કયા દિગ્ગજ નેતાઓને કારણે મારી ટીકિટ કપાઈ: દેવજી ફતેપરાએ બીજું શું કહ્યું? જાણો વિગત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ડો. મહેન્દ્ર મુંજપરાને ટીકિટ અપાતાં હાલના સાસંદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરી છે. રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. સેન્સની પ્રક્રિયા માત્ર એક નાટક છે. કુંવરજીભાઈને પણ સમય આવશે ત્યારે ખબર પડશે. જયંતી કવાડિયાને કારણે મારી ટીકિટ કપાઇ છે.
ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, ધનજીભાઇ પટેલે આ બધું ગોઠવ્યું છે. પૈસાના જોરે ગોઠવવામાં આવ્યું છે. જેમાં જયંતી કવાડિયા પણ સામેલ છે. આગામી દિવસોમાં મારે શું કરવું તે મારો સમાજ કહેશે તેમ કરીશ. બળવો કરવો કે કોંગ્રેસમાં જવું તે આગામી બે દિવસોમાં સમાજને મળી સમાજ કહેશે તેમ કરીશ. સમાજ કહેશે તો રાજીનામું આપી દઇશ.
દેવજી ફતેપરાએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા સુરેન્દ્રનગરમાં ધનજી પટેલ એક મોટા માણસ છે, હું તો નાનો માણસ છું. ધનજી પટેલે તેના ભાણેજને બિઝનેસ કરવા માટે મને મળેલો દિલ્હીનો બંગલો માંગ્યો હતો જે મેં આપવાની ના પાડતાં તેમણે અને જયંતી કાવડીયાએ પૈસાના જોરે મારી વિરૂદ્ધ કાવતરૂ રચી મારી ટિકિટ કપાવી છે.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
