શોધખોળ કરો
મહાત્મા ગાંધીને પાકિસ્તાની રાષ્ટ્રપિતા ગણાવનારા નેતાને ભાજપે સસ્પેન્ડ કર્યા
ગોડસે પર નિવેદનબાજી બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સાધ્વી, હેગડેના નિવેદન સાથે પાર્ટીને કાંઇ લેવા દેવા નથી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન અગાઉ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત એવા નિવેદનો આપી રહ્યા છે જે પાર્ટીની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. પ્રથમ સાધ્વી પ્રજ્ઞા બાદમાં અનંત હેગડે અને પછી મધ્યપ્રદેશની બીજેપીના પ્રવક્તા અનિલ સૌમિત્રએ નાથુરામ ગોડસે-મહાત્મા ગાંધી વિવાદને લઇને નિવેદન આપતા મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. ગોડસે પર નિવેદનબાજી બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સાધ્વી, હેગડેના નિવેદન સાથે પાર્ટીને કાંઇ લેવા દેવા નથી. જ્યારે મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવનારા ભાજપના નેતા અને પ્રવક્તા અનિલ સૌમિત્રને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે મધ્યપ્રદેશના અનિલ સૌમિત્રએ સવારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું કે, રાષ્ટ્રપિતા હતા પરંતુ પાકિસ્તાન રાષ્ટ્રના. ભારત રાષ્ટ્રમાં તેમના જેવા કરોડો પુત્ર થયા, કેટલાક લાયક અને કેટલાક નાલાયક. જોકે, તેમણે પોતાની પોસ્ટમાં મહાત્મા ગાંધીનું નામ લખ્યુ નહોતું પરંતુ તેમનો સંકેત સ્પષ્ટ હતો. અનિલ સૌમિત્ર મધ્યપ્રદેશમાં ભાજપના પ્રવક્તા છે.
વધુ વાંચો





















