શોધખોળ કરો
Advertisement
જાહેરસભામાં માઇક પર બોલવા માટે બીજેપી નેતાઓ લડ્યા, એકબીજાને ઠોકવા લાગ્યા લાફા, જુઓ વીડિયો
અજમેરના મસૂદામાં બીજેપી નેતા ભગીરથ ચૌધરીની જાહેરસભા ચાલી રહી હતી, આ દરમિયાન મંચ પર માઇક પર બોલવાને લઇને લડાઇ શરૂ થઇ ગઇ
અજમેરઃ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી છે. રાજસ્થાનના અજમેરમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા નેતાઓ એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. આ લડાઇ માઇક પર બોલવાને લઇને ઉગ્ર થઇ હતી.
રિપોર્ટ્સ અનુસાર, અજમેરના મસૂદામાં બીજેપી નેતા ભગીરથ ચૌધરીની જાહેરસભા ચાલી રહી હતી, આ દરમિયાન મંચ પર માઇક પર બોલવાને લઇને લડાઇ શરૂ થઇ ગઇ.
બીજેપી ઉમેદવાર ભગીરથ ચૌધરી જેવી મંચ પર પહોંચ્યા મસૂદાના પૂર્વ ધારાસભ્ય સુશીલ કંવર પલાડાના પતિ ભંવરસિંહ પલાડા અને તાજેતરમાંજ બીજેપીમાં સામેલ થયેલા નવિન શર્માની વચ્ચે વિવાદ થઇ ગયો. બન્ને ધક્કા મુક્કી કરવા લાગ્યા, છેવટે બન્ને નેતાઓએ મંચ પર જ એકબીજાને લાફા ઠોકી દીધા અને લાતો મારવા લાગ્યા હતા. જેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
#WATCH Rajasthan: Two groups of Bharatiya Janata Party (BJP) workers clash during a rally in Masuda, Ajmer. (11/4/19) pic.twitter.com/AMrJXTKlbg
— ANI (@ANI) April 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement