શોધખોળ કરો
Advertisement
મહેસાણામાં ભાજપ બધાને આંચકો આપી કોને આપશે ટિકીટ? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, હજુ સુધી ભાજપ દ્વારા મહેસાણા, સુરત અને અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે મહેસાણા બેઠક પરથી શારદાબેન અનિલભાઈ પટેલનું નામ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
અત્યાર સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠકથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મહેસાણા બેઠક પર શારદાબેન અનિલભાઈ પટેલનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે.
શારદાબેન પૂર્વ મંત્રી અને ખેરવાની ગણપત યુનિવર્સિટીના સ્થાપક તેમજ જાણિતા ઉદ્યોગપતિ સ્વ. અનિલ પટેલના પત્ની છે. અનિલભાઈ પટેલ પૂર્વ ઉધોગ મંત્રી છે. અગાઉ મહેસાણા બેઠક પરથી તેઓ વિધાનસભા જીતેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement