શોધખોળ કરો
ગંભીર પર આરોપ બાદ ભાજપનો વળતો પ્રહાર, કહ્યું- કેજરીવાલની પત્ની પાસે ત્રણ ચૂંટણી કાર્ડ
ખુરાનાએ કહ્યું કે, સુનીતા કેજરીવાલના ત્રણ વોટર આઇડી કાર્ડમાંથી એક દિલ્હી, એક ગાઝિયાબાદ અને ત્રીજુ પશ્વિમ બંગાળનું છે.
નવી દિલ્હીઃ દિલ્હીની રાજનીતિમાં એકથી વધુ ચૂંટણી કાર્ડનો મામલો ગરમાઇ રહ્યો છે. પૂર્વી દિલ્હી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીરની પાસે બે ચૂંટણી કાર્ડ હોવાના આરોપ બાદ ભાજપે આમ આદમી પાર્ટી પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે આપના વડા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની પાસે પણ ત્રણ વોટર આઇડી કાર્ડ છે. દિલ્હી ભાજપના પ્રવક્તા હરિશ ખુરાનાએ મીડિયા સામે આપ પર બેવડું વલણ રાખવાનો આરોપ લગાવતા કહ્યું કે, એક તરફ આપ ગૌતમ ગંભીરના બે વોટર આઇડી કાર્ડ રાખવા મુદ્દાને લઇને વિવાદ પેદા કરી રહી છે તો બીજી તરફ મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાસે ત્રણ વોટર આઇડી કાર્ડ છે. આ દરમિયાન ખુરાનાએ પુરાવા સ્વરૂપે સુનીતા કેજરીવાલના ત્રણ વોટર આઇડી કાર્ડની કોપી મીડિયા સમક્ષ રજૂ કરી હતી. ખુરાનાએ કહ્યું કે, સુનીતા કેજરીવાલના ત્રણ વોટર આઇડી કાર્ડમાંથી એક દિલ્હી, એક ગાઝિયાબાદ અને ત્રીજુ પશ્વિમ બંગાળનું છે. વાસ્તવમાં એક દિવસ અગાઉ જ પૂર્વી દિલ્હી લોકસભા બેઠક પરથી આપના ઉમેદવાર આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ગંભીર પાસે બે વોટર આઇડી કાર્ડ છે. આપએ આ મામલા પર ચૂંટણી પંચમાં ફરિયાદ પણ દાખલ કરી છે.
વધુ વાંચો





















