શોધખોળ કરો
બંગાળમાં રેલી રદ્દ થતાં ભડક્યા યોગી આદિત્યાનાથ, ટ્વીટ કરીને કહ્યું- 'અબ યાચના નહીં રણ હોગા'
આજે સીએમ યોગીની પશ્ચિમ બંગાળના હાવડામાં એક રેલી યોજાવવાની હતી. જેને હિંસાના કારણે પરમીશન મળી શકી નથી અને રેલી રદ્દ થઇ છે. જોકે, તેમછતાં યોગી આદિત્યનાથે આજે બંગાળ જવાની જાહેરાત કરી છે

નવી દિલ્હીઃ ગઇકાલે કોલકત્તામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના રૉડ શૉ દરમિયાન હિંસા થઇ, જેના કારણે બીજેપી અને ટીએમસી આમને સામને આવી ગયા, આજે અમિત શાહે પ્રેસ કૉન્ફરન્સ કરીને મમતા બેનર્જી પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. બંગાળની ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. હવે યુપીની સીએમ યોગી આદિત્યનાથની રેલી પણ રદ્દ કરી દેવામાં આવી છે. આજે સીએમ યોગીની પશ્ચિમ બંગાળના હાવડામાં એક રેલી યોજાવવાની હતી. જેને હિંસાના કારણે પરમીશન મળી શકી નથી અને રેલી રદ્દ થઇ છે. જોકે, તેમછતાં યોગી આદિત્યનાથે આજે બંગાળ જવાની જાહેરાત કરી છે. યોગીએ બીજેપી અને ટીએમસીની લડાઇમાં એક ટ્વીટ કરીને રણશિંગૂ ફૂંક્યુ છે. યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે, હવે યચના નહીં પણ રણ થશે.
બીજેપીનો આરોપ છે કે યુપી સીએમ યોગી આદિત્યનાથની રેલી રદ્દ થઇ છે જેમાં મમતા સરકારનો હાથ છે. રેલીનો મંચ તોડી દીધો છે અને મજૂરોને માર મારવામાં આવ્યો છે.
બીજેપીનો આરોપ છે કે યુપી સીએમ યોગી આદિત્યનાથની રેલી રદ્દ થઇ છે જેમાં મમતા સરકારનો હાથ છે. રેલીનો મંચ તોડી દીધો છે અને મજૂરોને માર મારવામાં આવ્યો છે. बंगाल! सबसे पहले जय श्रीराम से आप सबका अभिवादन! आज आपके बीच रहूंगा तानाशाहों तक यह संदेश पहुंचे कि राम इस देश के कण-कण में हैं, स्वतंत्रता इस देश की जीवनी-शक्ति है और मैं बंगाल के क्रांतिधर्मी युयुत्सु का आह्वान कर रहा हूँ। याचना नहीं, अब रण होगा, जीवन जय या कि मरण होगा! जय हो!
— Chowkidar Yogi Adityanath (@myogiadityanath) May 15, 2019
વધુ વાંચો





















