શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને કેમ આવ્યું દિલ્લીનું તેડૂ? જાણો વિગત
રાજીવ સાતવને દિલ્લી બોલાવાતા હવે તેમના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર થશે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું .
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી ટાણે જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે. અલ્પેશની નારાજગીને કારણે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં નૂકસાન થઈ શકે છે. ત્યારે આ અંગે વાતચીત માટે રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને તાત્કાલિક દિલ્લી બોલાવવામાં આવ્યા છે.
રાજીવ સાતવને દિલ્લી બોલાવાતા હવે તેમના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર થશે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું અને જણાવ્યું હતું કે, મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એવા સમયમાં સમર્થન કર્યું છે. જ્યારે કોંગ્રેસને કોઇ સાથ નહોતું આપી રહ્યું. ગુજરાતમાં વિધાનસાભાની ચૂંટણીમાં જે ઠાકોર સેનાએ મદદ કરી જેના લીધે 43 ધારાસભ્યોને જીતાડવા મોટો ફાળો છે.
તે સિવાય અલ્પેશ ઠાકોરે કોગ્રેસ પાર્ટી પર આક્ષેપ લગાવ્યો હતો કે પાર્ટીમાં રૂપિયા આપીને ટિકિટોનું વેચાણ થાય છે. હું કે મારો કોઇ સમર્થક કોઇ અન્ય પાર્ટીમાં સામેલ થશે નહીં. અલ્પેશે કહ્યું કે, મેં સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મને પ્રભારી દ્વારા સન્માન આપવામાં આવ્યું નથી. પાર્ટીમાં મારી સાથે જોડાયેલા ગરીબ યુવાનોને યોગ્ય હોદ્દાઓ નથી આપવામાં આવ્યા. ઠાકોર સેનાના યુવાનોની પક્ષમાં અવગણના કરવામાં આવી રહી છે. અમને પક્ષમાં હોદ્દાની લાલચ નથી અમારે સન્માન જોઇએ છે. અમારા પ્રભારીએ માત્ર વાતો જ કરી અને અમારા યુવાનોનો અન્યાય કર્યો છે. મને ક્યારેય પણ કોંગ્રેસમાં સન્માન નથી મળ્યું મે કોંગ્રેસને દરેક સમયે સન્માન આપ્યું પણ મારુ અપમાન કર્યું છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, હું કોઇની પણ સીટ પર પ્રચાર નથી કરવાનો, માત્ર બનાસકાંઠા અને ઉંઝા સીટો પર જ પ્રચાર કરીશ. બનાસકાંઠામાં ઠાકોર સેનાના ઠાકોર સ્વરૂપજી સરદારજી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે હવે અલ્પેશ કોંગ્રેસના પરથી ભટોળ અને પરબત પટેલ સામે સ્વરૂપજી ઠાકોરનો પ્રચાર કરશે. તેમજ ઉંઝામાં પણ તેઓ ઠાકોર સમાજના ઉમેદવાર માટે પ્રચાર કરવાના છે.
અલ્પેશે કહ્યું કે, મારા લોકો જોડે પૈસા નથી એટલે હોદ્દાઓ નથી મળ્યા. 2022નો ગુજરાતનો નાથ અમે જ આપીશું. મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાય હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીનાં ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાયા હોત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion