શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસમાં જોડાઈ શકે છે ભાજપના ટોચના નેતા? ધ્રાંગધ્રામાં ભાજપના આ નેતા સામે લડી શકે છે ચૂંટણી? જાણો વિગત
હળવદ: ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકને લઈને કોંગ્રેસ મોટો દાવ ખેલી તેવી સંભાવના છે. કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ આ બેઠક પરથી રાજીનામું આપ્યું હોવાથી આ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે જ મતદાન યોજાશે. ભાજપ તરફથી આ બેઠક માટે કોંગ્રેસના આયાતિ ઉમેદવારે પરસોતમ સાબરિયાને જ ટીકિટ આપવામાં આવી છે.
આ બેઠક પર કોંગ્રેસ તરફથી હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. છેલ્લા અઠવાડિયાથી આ બેઠક પર ગીતા પટેલનું નામ ચર્ચામાં છે. ભાજપે આયાતી ઉમેદવારને ટીકિટ આપતાં હવે કોંગ્રેસ તેમની સામે દેવજી ફતેપરાને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપના સાંસદ ફતેપરા પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. જોકે દેવજી ફતેપરાએ આ વાતનું સમર્થન આપ્યું નથી.
સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાને ભાજપે ફરીથી સાંસદની ટીકિટ આપી નથી. ભાજપ તરફથી છેલ્લે 14 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી 13 સાંસદોને રિપીટ કરાયા હતા અને દેવજી ફતેપરાની ટીકિટ કાપવામાં આવી હતી. આ વાતને લઈને નારાજ સાંસદ દેવજી ફતેપરાએ ભાજપ સામે ખુલ્લો બંડ પોકાર્યો હતો.
દેવજી ફતેપરાએ વઢવાણ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ધનજી પટેલ અને પૂર્વ મંત્રી તેમજ ધારાસભ્ય જયંતિ કવાડિયા પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, આ બંનેએ તેની ટિકીટ કપાવી છે. આ સાથે જ દેવજી ફતેપરાએ સમાજ કહેશે તો પક્ષ છોડી દેવાની પણ ચીમકી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion