શોધખોળ કરો
Advertisement
Exit Pollમાં મોદીને બહુમત પણ ચર્ચામાં છે ઓસ્ટ્રેલિયાના પોલ્સ, જાણો કેમ
બીજેપીની અંદાજિત બંપર જીત વચ્ચે વિપક્ષ તથા અન્ય વિરોધીએ ઓસ્ટ્રેલિયાના એક્ઝિટ પોલનું ઉદાહરણ આપીને 23 મેની રાહ જોવાનું કહી રહ્યા છે. જે પ્રકારના એક્ઝિટ પોલની ભારતમાં ચર્ચા છે તેવા જ આશરે બે ડઝન પોલ ઓસ્ટ્રેલિયામાં માત્ર 24 કલાક પહેલા જ ખોટા સાબિત થયા છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની શાનદાર જીતના સંકેત મળી રહ્યા છે. બીજેપીની અંદાજિત બંપર જીત વચ્ચે વિપક્ષ તથા અન્ય વિરોધીએ ઓસ્ટ્રેલિયાના એક્ઝિટ પોલનું ઉદાહરણ આપીને 23 મેની રાહ જોવાનું કહી રહ્યા છે. જે પ્રકારના એક્ઝિટ પોલની ભારતમાં ચર્ચા છે તેવા જ આશરે બે ડઝન પોલ ઓસ્ટ્રેલિયામાં માત્ર 24 કલાક પહેલા જ ખોટા સાબિત થયા છે.
ઓસ્ટ્રેલિયામાં એક્ઝિટ પોલ્સે વિપક્ષી લેબર પાર્ટીની જીતનો અંદાજ લગાવ્યો હતો પરંતુ સત્તારૂઢ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનના નેતૃત્વવાલી કન્ઝર્વેટિવ ગઠબંધને સત્તામાં ચમત્કારી વાપસી કરી અને એક્ઝિટ પોલને ખોટા પાડ્યા. રિઝલ્ટ પ્રમાણે કન્ઝર્વેટિવ ગઠબંધનને 74 અને લેબર પાર્ટીને 66 સીટો પર જીત મળી છે. 151 સભ્યોવાળી ઓસ્ટ્રેલિયાની સંસદમાં બહુમત માટે કોઇપણ પાર્ટીને સરકાર બનાવવા 76 સીટની જરૂર હોય છે.
ઓસ્ટ્રેલિયાની નાઈન ગેલેક્સી નામની સર્વે એજન્સે લેબર પાર્ટીની જીતની જાહેરાત કરી હતી અને કન્ઝર્વેટિવ એલાયન્સ સત્તા નહીં મેળવે તેમ કહ્યું છે. પરંતુ રવિવારે પરિણામ આવ્યા ત્યારે લોકો ચોંકી ગયા હતા અને પીએમ સ્કોટ મોરિસને બાજી મારી હતી. ન્યૂઝ પોલ નામની એજન્સીએ લેબર પાર્ટીને 52 અને સત્તારૂઢ કન્ઝર્વેટિવ એલાયન્સને 48 સીટો આપી હતી.
સ્કોટ મોરિસનની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં સારા સંબંધોની આશા વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે તેના ટ્વિટમાં ભારતના એક્ઝિટ પોલનો ઉલ્લેખ કરીને કહ્યું કે, લોકોએ થોડી ધીરજ રાખવી જોઈએ. થોડા કલાકો પહેલા ઓસ્ટ્રેલિયામાં અનેક એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે.Heartiest congratulations @ScottMorrisonMP on your victory in the elections. We wish the people of Australia all success under your dynamic leadership. And, as strategic partners we look forward to continue working together closely to further strengthen our relationship.
— Chowkidar Narendra Modi (@narendramodi) May 19, 2019
ABP Exit Poll: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળશે ? જાણો વિગત ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગતI believe the exit polls are all wrong. In Australia last weekend, 56 different exit polls proved wrong. In India many people don’t tell pollsters the truth fearing they might be from the Government. Will wait till 23rd for the real results.
— Shashi Tharoor (@ShashiTharoor) May 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement